Western Times News

Gujarati News

બિલ્ડર રાજેશના ફાર્મ હાઉસને ઈન્દોર પ્રસાશને તોડી પાડ્યું

ઈન્દોર, મિત્રો સામે પત્નીને ન્યૂડ ડાન્સ કરાવવાના આરોપી બિલ્ડર રાજેશનું કરોડોનું ફાર્મહાઉસ ઈન્દોર પ્રશાસને તોડી પાડ્યું છે. ઈન્દોરના આ અમીર બિલ્ડર પર પોતાની જ પત્ની પર ગેંગરેપ કરાવાનો આરોપ છે. રાજેશ વિશ્વકર્મા ફાર્મ હાઉસમાં ન્યૂડ પાર્ટીઓ કરતો હતો.

આ સાથે તે તેની પત્નીને તે પાર્ટીઓમાં ન્યૂડ ડાન્સ કરવાનું કહેતો હતો. આ પછી તેના મિત્રો તેની પત્ની પર બળાત્કાર કરતા હતા. પોલીસને અહીંથી મોંઘીદાટ દારૂની બોટલો અને સેક્સ ટોય પણ મળી આવ્યા છે. બિલ્ડર રાજેશ વિશ્વકર્માના યુવરાજ ફાર્મ હાઉસને ઈન્દોર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે.

જેસીબી અને બુલડોઝરની મદદથી તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. આ ફાર્મ હાઉસમાં કુલ ૨૭ હજાર ચોરસ ફૂટનું બાંધકામ હતું, જ્યાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હતી.

કલેક્ટર મનીષ સિંહે ફાર્મ હાઉસ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. સોમવારે બપોરે એસડીએમ રવિશ શ્રીવાસ્તવ, એસડીઓપી પંકજ દીક્ષિતની હાજરીમાં કાર્યવાહી શરૂ થઈ હતી. બુલડોઝર વડે બાઉન્ડ્રી વોલ તોડી પાડવામાં આવી હતી અને આ પછી અંદરનો ભાગ પણ તોડી પાડવામાં આવ્યો હતો. યુવરાજ ફાર્મ હાઉસની અંદર તમામ સુવિધાઓ હાજર હતી. કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.

ફાર્મ હાઉસની અંદર બિલ્ડરે બાર અને કોટેજ પણ બનાવ્યા હતા. કેમ્પસની અંદર ફરવા માટે એક ડેઝર્ટ બાઇક હતું. તેના પછી ઓડી જેવી લક્ઝરી કાર પણ છે. કેમ્પસની અંદર એર ગન પણ હતી. જેના પગલે જિલ્લા વહીવટીતંત્રની ટીમે આ વસ્તુઓને દૂર કરીને તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

કહેવાય છે કે રાજેશ વિશ્વકર્માના પિતાની નાગદામાં થ્રેશર મેન્યુફેક્ચરિંગ કંપની છે. પિતાની સાથે મોટો ભાઈ પણ ધંધો સંભાળે છે. આ હરકતોને કારણે પિતાએ રાજેશને ઘરમાંથી કાઢી મુક્યો હતો. તેણે પોતાની પૈતૃક જમીન વેચીને ઈન્દોરમાં ઐયાશીનો અડ્ડો બનાવ્યો હતો અને આ સાથે જ ઈન્દોરમાં થોડો ધંધો પણ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર,પરિવારના સભ્યો તેની સાથે કોઈ સંબંધ રાખતા ન હતા.

કહેવામાં આવી રહ્યું છે કે ઈન્દોરમાં આ ફાર્મ હાઉસની કિંમત ૫૦ કરોડ છે. તે માત્ર મિલકત વેચીને ઐયાશી કરતો હતો. એવી પણ માહિતી મળી છે કે તેણે ફાર્મ હાઉસ પાસે કરોડોની કિંમતની જમીનનો ટુકડો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે ફાર્મ હાઉસમાંથી કેટલાક અનૈતિક કામ પણ કરતો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.