Western Times News

Gujarati News

અમેરીકામાં મહાવિનાશક બર્ફીલા તોફાને ભયાનક તબાહી મચાવી

(એજન્સી) ન્યુયોર્ક, અમેરીકાના પૂર્વીય તટીય વિસ્તારોમાં અને મધ્ય એટલાન્ટીક વિસ્તારોમાં બરફનુ મહાવિનાશક તોફાન આવતા ભયાનક તબાહી સર્જાઈ છે. ન્યુયોર્ક નોર્થ કેરોલીના, સાઉથ કેરોલીના, જ્યોજીયા પેન્સીલ્વેનિયા સહિત અમેરીકાના કેટલાંય શહેરમાં બરફના તોફાનને કારણે ભારે વિનાશ સર્જાયો છે. નોર્ધ સાઉથ કરોલીના સહિત કેટલાંય રાજ્યોના ગવર્નરોએ ઈમરજન્સી જાહેર કરી દીધી છે.

ન્યુયોર્કમાં પ્રતિ કલાકે ચાર ઈચથી વધારે બરફ વર્ષા થતાં અનેક લોકો ફસાયા છે. રસ્તા ઉપર ટ્રાફિક જામ પણ સંર્જાયો હતો. નેશનલ વેધર સર્વિસના જણાવ્યાનુસાર ઓહિયો, પેન્સિલ્વેનિયા, નોર્થ અને સાઉથ કેરોલિના સહિત કેટલાંય રાજ્યોમાૃં ર૦ ઈંચ સુધી બરફ પડતા સડકો પર સફેદ ચાદર છવાઈ ગઈ છે અને ડ્રાઈવિંગ માટે ખતરનાક સ્થિતિ સર્જાઈ છે. કેટલાંય શહેરોમાં વીજળી ગુલ થતાં કેટલાંય લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા છે.

ફલોરીડામાં પણ આ વખતે કુદરતનુૃ રૌદ્ર સ્વરૂપ જાેવા મળ્યુ છે. અને અહીં વૃક્ષો, વીજળીના થાંભલા અને કેટલાંય ઘરો બરબાદ થઈ ગયા છે. આ તોફાનના કહેરને કારણે ચોંકાવનારા વિડીયો પણ સોશ્યલ મીડીયા પર વાઈરલ થયા છે. જેમાં ફલોરીડાના એક શહેરમાં એક ડઝન કરતા વધુ ઘર સંપૂણપણે નાશ થઈગયા છે.

નેશનલ વેધર સર્વિસે આ તોફાનને ઈએફર-ટોર્નાર્ડો તરીકે નિર્ધારીત કર્યુ છે. અને આ ટોર્નાડોના કારણે પ્રતિ કલાક રપ૦ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાય રહ્યા છે. અને તેનાથી હજુ પણ ઘણું નુકશાન થયાની સંભાવના છે. લ્ફ હાર્બર યાટ અને કન્ટ્રી કલબમાં કેટલાંય ઘરો હવામાં ઉડી ગયા છે.

ગવર્નર રોન ડેન્સીટીે તોફાનથી પ્રભાવિત લોકો માટે પોતાની સંવેદના વ્યક્ત કરતા ફલોરીડા ડીવીઝન ઓફ ઈમરજન્સી મેનેજમેન્ટ રિસ્પોન્સ ટીમને રેસ્કયુ કરવા માટે કામે લગાવી દીધા છે.  લી કાઉન્ટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર તોફાનના કારણે ૭૦૦૦થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.