Western Times News

Gujarati News

દિલ્હી રમખાણ કેસમાં એક શખ્સને ૫ વર્ષની કેદની સજા

files Photo

નવી દિલ્હી, ઉત્તર પૂર્વીય દિલ્હી ખાતે થયેલા રમખાણ મામલે ગુરૂવારે પહેલી સજા સંભળાવવામાં આવી હતી. દિલ્હીની કડકડડૂમા કોર્ટે દિનેશ યાદવ નામના શખ્સને ૫ વર્ષની સજા સંભળાવી છે. ફરિયાદી પક્ષના વકીલ આરસીએસ ભદૌરિયાએ આ વાતની પૃષ્ટિ કરી હતી. દિનેશ યાદવને એક મહિલાના ઘરમાં લૂંટ અને આગજની મામલે ૫ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

કોર્ટે દિનેશ યાદવને દિલ્હીના ગોકલપુરી ખાતે ભાગીરથી વિહારમાં રહેતા ૭૦ વર્ષીય મહિલા મનોરીના ઘરે લૂંટફાટ અને આગજની કરવાના આરોપસર ૫ વર્ષની સજા સંભળાવી. દિનેશ યાદવ પણ તે વિસ્તારમાં જ રહે છે અને ઉત્તર પૂર્વીય દિલ્હી ખાતે થયેલા ભીષણ રમખાણોમાં કોઈને સજા સંભળાવવામાં આવી હોય તેવો આ પહેલો કેસ છે.

૨૫ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ મનોરી નામની એક મહિલાના ઘરમાં લૂંટફાટ બાદ આગ ચાંપી દેવામાં આવી હતી. દંગાઈઓ તેમના ઢોર-ઢાંખર પણ ચોરી ગયા હતા. ૭૦ વર્ષીય મનોરીએ છત પરથી કૂદીને એક હિંદુ પરિવારમાં સંતાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદ પોલીસે કોઈક રીતે તેમના પરિવારને બચાવ્યો હતો અને આખો પરિવાર ૨ સપ્તાહ સુધી દિલ્હીથી બહાર રહ્યો હતો.

આ કેસમાં કોર્ટે ૨ પોલીસ કર્મચારીઓના નિવેદનને આધારરૂપ માન્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દિનેશ હિંસા કરવા પર ઉતરી આવેલી ભીડનો હિસ્સો હતો. જાેકે તેમણે દિનેશને મનોરીનું ઘર સળગાવતા નહોતો જાેયો. પરંતુ કોર્ટે કહ્યું હતું કે, જાે કોઈ ગેરકાયદેસર ભીડનો હિસ્સો છે તો તે બાકીના તોફાનીઓની માફક હિંસા માટે સમાન જવાબદાર છે.

રમખાણ સાથે સંકળાયેલા અન્ય એક કેસમાં ચુકાદો સંભળાવી દેવાયેલો છે પરંતુ તેમાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.