Western Times News

Gujarati News

સેનાની દેશના યુવકને પાછો સોંપવાની ચીન સમક્ષ માગ

નવી દિલ્હી, ભારતીય સેનાએ ચીનની પિપલ્સ લિબરેશન આર્મી સમક્ષ માંગ કરી છે કે ભારતીય નાગરિક મીરમ તરોનને શોધવામાં આવે અને પ્રોટોકોલ અનુસાર તેને પાછો ભારત મોકલવામાં આવે. રક્ષા સૂત્રોએ ગુરુવારના રોજ આ બાબતે જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે અરુણાચલ પ્રદેશના સાંસદ તાપિર ગાઓએ બુધવારના રોજ કહ્યુ હતું કે પીએલએ દ્વારા મંગળવારના રોજ રાજ્યના સિયાંગ જિલ્લામાં ભારતીય વિસ્તારથી એક ૧૭ વર્ષીય યુવકનું અપહરણ કરવામાં આવ્યું છે.

જ્યારે ભારતીય સેનાને ખબર પડી કે મીરમ નામનો યુવક ગુમ થઈ ગયો છે તે તેમણે તાત્કાલિક હોટલાઈન સ્થાપિત તંત્રના માધ્યમથી પીએલએ સાથે સંપર્ક કર્યો અને તેમને જાણકારી આપી કે આયુર્વેદિક ઔષધિઓ એકઠી કરવા નીકળેલો એક યુવક રસ્તો રસ્તો ભૂલી ગયો છે અને હવે તેની કોઈ ખબર અમારી પાસે નથી.

સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, પીએલએ સમક્ષ તેમના વિસ્તારમાં યુવકને શોધવાની અને સ્થાપિત પ્રોટોકોલ અનુસાર તેને પાછો ભારત મોકલવા માટે મદદ માંગવામાં આવી છે. ઘટના તે સ્થળ પર બની છે જ્યાંથી સાંગપો નદી અરુણાચલ પ્રદેશમાં ભારતમાં પ્રવેશ કરે છે. સાંગપોને અરુણાચલ પ્રદેશમાં સિયાંગ અને અસમમાં બ્રહ્મપુત્ર કહેવામાં આવે છે.

સાંસદ તાપિરે જણાવ્યું કે, તેમણે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિશિથ પ્રામાણિકને આ ઘટનાની જાણ કરી છે અને તેમને વિનંતી કરી છે કે આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. સપ્ટેમ્બર ૨૦૨૦માં પીએલએ દ્વારા અરુણાચલ પ્રદેશના સુબરસિરી જિલ્લાથી પાંચ યુવકોનું અપહરણ કરવામાં આવ્યુ હતું અને લગભગ એક અઠવાડિયા પછી તેમને પાછા મોકલવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ ઘટના જ્યાં થઈ ત્યાં સિયાંગ નદી અરુણાચલ પ્રદેશમાં ભારતમાં પ્રવેશ કરે છે. સિયાંગ નદીને અરુણાચલ પ્રદેશ માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કહેવામાં આવે છે. વર્ષ ૨૦૧૭માં આ નદીની ચર્ચા શરુ થઈ હતી જ્યારે તેનું પાણી એકાએક કાળુ પડવા લાગ્યુ હતું. ત્યારે પ્રદેશના અધિકારીઓએ દાવો કર્યો હતો કે આની પાછળ ચીનનો હાથ છે અને તે સિયાંગ નદીના ઉપરના વિસ્તારોમાં કોઈ નિર્માણકાર્ય કરી રહ્યું છે. તેની જ ગંદકી અને કાટમાળને કારણે પાણી દૂષિત થઈ રહ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.