Western Times News

Gujarati News

પત્નીએ ઊંધમાં ચોરીની કબુલાત કરતા પતિની ફરિયાદ

નવી દિલ્હી, અનેક લોકોને રાતે ભર ઊંઘમાં બબડવાની આદત હોય છે, નસકોરા બોલાવવાની આદત હોય છે. અહીં અમે તમને ઈંગ્લેન્ડમાં ઊંઘમાં બબડવાના કારણે ઊભી થયેલી વિચિત્ર પરિસ્થિતિનો એક મામલો જણાવી રહ્યા છે જ્યાં પતિએ તેની પત્નીની કઈંક એવું બોલતા સાંભળ્યું કે તેણે તરત જ પોલીસમાં ફોન કરી દીધો. આ મામલો ઈંગ્લેન્ડના લિવરપુલનો છે. જ્યાં ૬૧ વર્ષના એન્ટોનીએ તેની પત્ની રૂથ ફોર્ટ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી.

વાત જાણે એમ છે કે એક રાતે તેઓ બંને સૂઈ રહ્યા હતા અને અચાનક એન્ટોનીની આંખ ખુલી ગઈ. તેણે તેની પત્ની ઊંઘમાં કઈક બબડી રહી હતી તે સાંભળી લીધુ. જેના લીધે તેને ખબર પડી કે તેની પત્ની તો ચોર છે. મળતી માહિતી મુજબ બંનેના લગ્ન વર્ષ ૨૦૧૦માં થયા હતા.

પત્ની રૂથ ક્રિસ્ટલ હોલ કેર હોમમાં નોકરી કરે છે. એક રાતે પતિને ખબર પડી કે તેની પત્ની ચોર છે, જેણે કેર હોમમાં જે દિવ્યાંગ મહિલાની જવાબદારી લીધી હતી તેને બજાર ફેરવવા દરમિયાન તેનુ છ્‌સ્ કાર્ડ તેણે ચોરી લીધુ હતું. ત્યારબાદ એન્ટોનીએ રૂથને ઊંઘમાંથી ઉઠાડી અને આ અંગે સત્ય શું છે તે પૂછ્યું. રૂથે એન્ટોનીને બધી વાત જણાવી દીધી. ત્યારબાદ તેણે પોલીસને ફોન કરીને પત્ની વિરુદ્ધ ફરિયાદ કરી નાખી.

થોડા દિવસ પહેલા જ તેઓ બંને મેક્સિકો ફરવા ગયા હતા. ત્યાં રૂથે ખુબ ખર્ચો કર્યો. એન્ટોનીને પત્ની પર શક પણ ગયો પરંતુ ત્યારે તેણે વાત રફેદફે કરી નાખી. પરંતુ જ્યારે રૂથે ઊંઘમાં પોતાનો ગુનો કબૂલ્યો તો એન્ટોનીનો શક દૂર થયો. તેને આ વાત જાણીને ખુબ તકલીફ પણ થઈ. કોર્ટે રૂથને ૧૬ મહિનાની સજા કરી. બીજી બાજુ જજે પતિ એન્ટોનીની ‘હિંમત’ અને ‘આકરા પગલા’ને પણ બિરદાવ્યા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.