Western Times News

Gujarati News

ગોધરા નગર પાલિકા સંચાલિત “અંતિમરથ “ની સેવા

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલમાં કોરોના વાઈરસ ધીમી ગતિ એ આગળ વધી રહ્યો છે ત્યારે આ કોરોનાં વાઈરસ પગલે ભુતકાળમાં અનેક પંચમહાલ વાસીઓ એ જીવ ગુમાવ્યા હોય તેને અંતિમ ધામ સુધી પહોચાડનાર ગોધરા નગર પાલિકા સંચાલિત ‘અંતિમ રથ’ ચાલુ વર્ષે ફેલાયોલા કોરોના મહામારીમાં ઓછો ફરે તેવું ગોધરાવાસીઓના મુખે ચર્ચાઈ રહ્યું છે.

સને ૨૦૨૦ થી દેશમાં પગપેસારો કરેલા કોરોના વાઈરસે ૨૦૨૧ સુધી માં અનેક નાગરીકોને ભરખી જતાં અનેક લોકોએ પોતાનાં આત્મજન-સ્વજન ગુમાવતાં કૌટુંબિક અર્થતંત્ર ખાડામાં ધકેલાયુ હતુ .સને ૨૦૨૦માં ફેલાયેલા કોરોના વાઈરસ નાં પગલે પંચમહાલ

તથા ગોધરાની અનેક નામી હસ્તીઓ એ તથા અનેક અંતિમધામ માં પહાંચેલા વ્યક્તિ ઓને સ્મશાન સુધી લઈ જનાર અંતિમરથ ને કોઈપણ સોસાયટી શેરી કે ફળીયામાં દેખાય તો લોકોનાં જીવ એક તબક્કે પડીકે બંધાઈ જાય છે અને સવાલ મનમાં જરૂર થી ઉઠી જાય કે કોણ ગયુ હશે?

ગોધરા માં કોરોના વાઈરસ થી મૃત્યુ પામેલા કે પછી સામાન્ય બીમારીથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ ને સ્મશાન સુધી લઈ જવાનું કાર્ય નગર પાલિકા સંચાલિત અંતિમરથ દ્વારા વિના મુલ્યે કરવામાં આવે છે.આ અંતિમરથ ગોધરામાં કોઇપણ ખુણે દેખાય તો રહીશો તેને જાેઈ ચોક્કસ કોઈ પર લોક સીધાવ્યુ તેવાં હાવભાવ સાથે ચિંતામાં ગરકાવ થઈ જાય છે.

ગોધરામાં તો સને ૨૦૨૦ માં ઠેર-ઠેર છાશવારે નનામી લઈ જતાં અંતિમ રથ ને જાેઈ-જાેઈ ને લોકો ભયભીત થઈ જતા હતાં. આ વર્ષે ગોધરાનાં નગરજનોને વધુ પ્રમાણ માં મોત ભરખી નાં જાય અને આ અંતિમરથ ઓછો ફરતો દેખાય તેવી સૌ કોઈ ગોધરાવાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે .મોત એ અંતિમસત્ય હોઈ તેને લઈ જનાર અંતિમરથ તેનો યથાવત સ્થળે વધું સમયે રહે તેવું લોકોનાં મુખેથી નીકળે છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.