Western Times News

Gujarati News

ખેડૂતોની આવક બમણી કરવા માટે એગ્રી ફૂડ પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવું જરૂરી

પ્રતિકાત્મક

બજેટમાં લોન-એમએસપી સહિતની સુવિધાઓની જાહેરાતની શક્યતા

(એજન્સી)નવીદિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણ આ બજેટમાં કૃષિ ક્ષેત્રને મોટી ભેટ આપી શકે છે. બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિને વાર્ષિક ૬,૦૦૦ થી વધારીને ૮,૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે છે. આ સિવાય માંગ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રગતિશીલ ખેડૂતોને લોન તેમજ અન્ય સુવિધાઓ આપવાની પણ જાહેરાત કરી શકે છે.

બજેટમાં તમામ પાકો માટે MSP પર પેનલની રચનાની પણ જાહેરાત થઈ શકે છે. આંદોલનકારી ખેડૂતોની આ મુખ્ય માંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ બિલને રદ્દ કરવાની જાહેરાત કરતી વખતે MSP પર એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.

સરકાર કૃષિ ક્ષેત્રમાં મૂલ્ય સંવર્ધનને પ્રોત્સાહન આપવાનું આયોજન કરી રહી છે. બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે. સરકાર ઇચ્છે છે કે ખેડૂતો પાક વૈવિધ્યકરણ અપનાવે. બજારની માંગ પ્રમાણે પાક પસંદ કરીને ખેતી કરે અને ફૂડ પ્રોસેસિંગ તરફ આગળ વધે.

પરંપરાગત ખેતીની સાથે આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર આવા ખેડૂતો માટે બજેટમાં કેટલીક ખાસ જાહેરાતો કરી શકે છે જેઓ પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી કરી રહ્યા છે. સરકાર માને છે કે ખેડૂતોની આવક બમણી કરવા માટે એગ્રી ફૂડ પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે.

કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર બજેટમાં મોટી જાહેરાત કરી શકે છે. સરકાર કૃષિમાં ફૂડ પ્રોસેસિંગ માટે ૧૦,૯૦૦ કરોડની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી શકે છે. ઘણા નિષ્ણાતો કહે છે કે જાે કૃષિ ફૂડ પ્રોસેસિંગને છૂટક બજાર સાથે જાેડવામાં આવે તો ખેડૂતોને ઘણો ફાયદો થશે.

બજેટમાં સરકાર આ દિશામાં કેટલાક મહત્વપૂર્ણ પગલા પણ લઈ શકે છે. કૃષિ ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં નિકાસકારો માટે પ્રોત્સાહનની જાહેરાત કરવામાં આવે તેવી પણ અપેક્ષા છે.સહકારી સંસ્થાઓ એ કૃષિ ક્ષેત્રની કરોડરજ્જુ છે.

સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે સરકાર બજેટમાં મોટા પગલા લેશે. ખેડૂત ઉત્પાદક સંગઠનોને લોકપ્રિય બનાવવા માટે સરકારે પહેલાથી જ ઘણા પગલાં લીધાં છે. બજેટમાં સરકાર એફપીઓ માટે લોન મર્યાદા વધારવા સહિત અન્ય કેટલીક જાહેરાતો પણ કરી શકે છે. ખેડૂતો સાથે મળીને એફપીઓ બનાવી શકે છે. તેની રચના અને કામગીરીમાં, સરકાર લોન સહિત અન્ય સહાય પૂરી પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.