Western Times News

Gujarati News

મિથુન દા કન્ટેસ્ટન્ટની સ્ટોરી સાંભળી ભાવુક થઈ ગયા

મુંબઈ, દેશ કી શાનમાં એક એવો કન્ટેસ્ટન્ટ આવ્યો કે જેનું ટેલેન્ટ જાેઈને ખુદ મિથુન ચક્રવર્તી પણ પોતાની જાતને રોકી શક્યા નહીં. તેનું ટેલેન્ટ જાેઈને મિથુન દા પોતે ઉભા થઈ ગયા હતા અને સલામ કરવાથી પોતાને જાતને રોકી શક્યા નહોતા. સાથે જ એની સ્ટોરીએ બધાને રડાવી દીધા હતા. મિથુન દાની સાથે પરિણીતા ચોપરા અને ભારતી સિંહની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. આ કન્ટેસ્ટન્ટનું નામ મનોજ છે. જે વ્યવસાયે એક જાદૂગર છે.

મેકર્સે આ શોનો નવો પ્રોમો શેર કર્યો છે. જેમાં મનોજ એવા જાદૂના ખેલ બતાવે છે કે જાેઈને ખુદ કરણ જાેહર અને પરિણીતા ચોપરાને પણ ઝટકો લાગ્યો હતો. મિથુન ચક્રવર્તી પણ પોતાની જાતને રોકી શક્યા નહીં અને સીટ પરથી ઊભા થઈ જાય છે. બાદમાં તેઓ કન્ટેસ્ટન્ટને સલામ કરે છે.

એ પછી મિથુન દા મનોજને પૂછે છે કે તેઓ હુનરબાજમાં કેમ આવ્યા. એ પછી મનોજનો જવાબ સાંભળીને લોકો રડી પડ્યા હતા. મનોજ જૈને કહ્યું કે, ખરેખરમાં હું અહીં દીકરાની વાતને પ્રૂ કરવા માટે આવ્યો છે. કેટલાંક સંબંધીઓ કહે છે કે, આ શું કામ કરો છો? મદારી બનવાનું છે કે શું? એ પછી મારા કામને લઈને મારા દીકરામાં થોડી નફરત આવી ગઈ છે. તે મારાથી અલગ પણ રહે છે.

જ્યારે મિથુન દાએ કહ્યું કે, શું તેઓ પોતાના દીકરા સાથે વાત કરી શકે છે? ત્યારે મનોજ કહે છે કે, કદાચ તે ફોન નહીં ઉઠાવે. વાત પણ ન કરે. એટલે મિથુન કહે છે કે, ફોન કાપશે. મારુ અપમાન કરશે? આટલુ તુ અપમાન થયું. ડોન્ટ વરી. મનોજ જૈન ફરીથી દીકરાને ફોન લગાવે છે, પણ તે ઉઠાવતો નથી.

આ જાેઈને મિથુન દા થોડા દુઃખી થાય છે. પોતાના આંસુઓ પર કાબૂ રાખતા તેઓ કહે છે કે, આ વાતથી મારૂ દિલ દૂભાયુ છે. જાે કાલે કદાચ મારો દીકરો મને આવું કહે તો હું તો એમ જ મરી જાઉં. ઈજ્જતની રોટી ખાનારા લોકો ભગવાન સમાન હોય છે. માતા તો ૯ મહિના પાળે છે, પરંતુ બાપ જિંદગી પર બાળકનું ધ્યાન રાખે છે.

મહત્વની વાત છે કે, હુનરબાજઃ દેશ કી શાન ૨૨ જાન્યુઆરી શનિવાર-રવિવારની રાત્રે ૯ વાગે કલર્સ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ શોને મિથુન દા સિવાય અને પરિણીતા સિવાય કરણ જાેહર પણ જજ કરી રહ્યો છે. તો ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા આ શોને હોસ્ટ કરી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.