Western Times News

Gujarati News

મુનમુન દત્તા દરરોજ રાત્રે પોતાના ચહેરાની સફાઈ કરે છે

મુંબઈ, ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે જેણે લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જાેવા ન મળ્યો હોય. દર્શકોના દિલમાં દરેક પાત્રનું એક અલગ સ્થાન છે, પરંતુ આજે આપણે જે પાત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેની સુંદરતાના દરેક લોકો દિવાના છે, ખાસ કરીને સીરિયલમાં જેઠાલાલ અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી મુનમુન દત્તાની જે આ શોમાં બબીતા અય્યરનું પાત્ર ભજવી રહી છે.

તેના અભિનય ઉપરાંત, મુનમુન તેની ડ્રેસિંગ સેન્સ અને સુંદરતાના વખાણ હંમેશાં થતા રહે છે. મુનમુનની ત્વચા જાેઈને તમે બિલકુલ વિશ્વાસ નહીં કરો કે તેની ઉંમર ૩૩ વર્ષની છે. તે પોતાની ત્વચાને ચમકદાર અને યુવાન રાખવા શું કરે છે, મુનમુન માને છે કે સૌથી પહેલા ચહેરાની સફાઈ કરવી જાેઈએ.

જાે તમે તમારા ચહેરા પર મેકઅપ લગાવ્યો છે, તો તમારે પહેલા તેને મેકઅપ રિમૂવરથી દૂર કરવો જાેઈએ. ત્યાર પછી તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે પસંદ કરેલા ફેસ વોશથી ચહેરો સાફ કરવો જાેઈએ. જાે તમારી ત્વચા તૈલી હોય તો જેલ આધારિત ફેસ વોશનો ઉપયોગ કરો અને જાે તે શુષ્ક હોય તો ક્રીમ આધારિત ફેસ વોશથી ચહેરો સાફ કરવો જાેઈએ.

ચહેરાને સાફ કર્યા પછી તમારે ચહેરાને ટોનિંગ કરવું જાેઈએ, કારણ કે તેની મદદથી ત્વચાના છિદ્રો બંધ થઈ જાય છે. એક સારું ટોનર ત્વચાના છિદ્રોને સંકોચવામાં મદદ કરે છે. તે ત્વચાના કોષોને પણ રિપેર કરે છે. એટલું જ નહીં, તે ત્વચામાં ચમક અને મુલાયમતા લાવે છે. મુનમુન માને છે કે ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જ જરૂરી છે.

સફાઈ અને ટોનિંગ કર્યા પછી ત્વચાના છિદ્રો ખુલી જાય છે. મોઇશ્ચરાઇઝર લગાવીને તમે તે છિદ્રોના કદને સંકુચિત કરો છો. તમે રાત્રે નાઈટ ક્રીમ પણ લગાવી શકો છો. મુનમુન કહે છે કે રાત્રે ચહેરા પર મસાજ કરવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી બ્લડ સર્ક્‌યુલેશન તો સારું થાય છે સાથે જ ત્વચામાં ચમક પણ આવે છે. મુનમુન મસાજ માટે રોલરનો ઉપયોગ કરે છે. તમે પણ આ કરી શકો છો, તમને માર્કેટમાં ઘણા પ્રકારના રોલર્સ મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.