Western Times News

Gujarati News

ઓવૈસીએ બે પાર્ટી સાથે કર્યું ગઠબંધન

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર જીત મેળવી રહેલી AIMIM પાર્ટીએ ઉત્તર પ્રદેશની ૨ પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે. AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશમાં બાબુ સિંહ કુશવાહાની જન અધિકાર પાર્ટી અને ભારત મુક્તિ મોરચા સાથે જાેડાણની જાહેરાત કરી હતી. ઓવૈસીએ કહ્યું, ‘જાે આ ગઠબંધન સત્તામાં આવશે તો ૨ મુખ્યમંત્રી હશે, જેમાં એક OBC સમુદાયનો અને બીજાે દલિત સમુદાયનો હશે. આ સિવાય ગઠબંધનમાંથી ૩ નાયબ મુખ્યમંત્રી હશે, જેમાં મુસ્લિમ સમુદાયના લોકોને પણ સામેલ કરવામાં આવશે.

તો બીજી તરફ, યુપીના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને જન અધિકાર પાર્ટીના વડા બાબુ સિંહ કુશવાહાએ કહ્યું કે હવે ઘણી બધી પાર્ટીઓ અમારી સાથે આવવા માંગે છે. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે આ ગઠબંધન આવ્યા બાદ હવે લડાઈ સપા અને ભાજપ વચ્ચે નહીં રહે, પરંતુ હવે લડાઈ ભાજપ અને અમારા મોરચા વચ્ચે થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.