Western Times News

Gujarati News

અકાલી દળે જણાવ્યું CM ચન્ની અને હનીનું કનેક્શન

ચંડીગઢ, અકાલી દળે શનિવારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના સંબંધીના ઘરે ઈડીના દરોડા દરમિયાન મળેલા કરોડો રૂપિયાને લઈને હુમલો કર્યો છે. અકાલી દળે પત્રકાર પરિષદમાં સીએમ ચન્ની અને હનીની તસવીર અને વીડિયો જાહેર કર્યાં છે. આ દરમિયાન અકાલી દળે કહ્યું- સીએમ ચન્નીના સંબંધી ભૂપિંદર હનીને ત્યાં ૫૫ કરોડની મની ટ્રેલની માહિતી મળી છે. મુખ્યમંત્રી ચન્ની અને કોંગ્રેસે જણાવવું જાેઈએ કે આ પૈસા ક્યાંથી આવ્યા. લાખોની રોલેક્સની ઘડિયાળ અને કરોડોની પ્રોપર્ટી ક્યાંથી આવી? હનીનું શું કામ-કાજ છે

અકાલી દળે કહ્યું- આજે ચન્નીના ભ્રષ્ટાચારના એક્સપોઝનો પાર્ટ વન છે. બાકી બે-ત્રણ પાર્ટ આગળ આવશે. અકાલી દળના નેતા બિક્રમ મજીઠિયાએ ગણતંત્ર દિવસની તસવીરોમાં ચન્ની અને કોંગ્રેસના સીનિયર નેતાઓ, મંત્રીઓની સાથે ભૂપિંદર હનીના મંચ પર સાથે-સાથે હોવાની તસવીરો જાહેર કરી છે. અકાલી દળનો દાવો છે કે ચન્ની, બની અને મનીનું કોમ્બિનેશન છે. ચન્નીના રાજમાં દરેક કામ હની દ્વારા થાય છે.

અકાલી દળે કહ્યું- ઈડીની તપાસમાં તે પણ જાણવા મળી જશે કે ચન્નીના પુત્રના લગ્નમાં તમામ પૈસા હનીએ લગાવ્યા હતા. આરોપમાં અકાલી દળે કહ્યું- ભૂપિંદર હનીને ચન્નીએ સિક્યોરિટી કવર આપ્યું હતું. આ સિવાય જિપ્સી અને પંજાબ પોલીસના અધિકારી તેની સુરક્ષામાં લગાવવામાં આવ્યા હતા.

હનીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોનો વીડિયો પણ અકાલી દળે પત્રકાર પરિષદ દરમિયાન જાહેર કર્યો છે. અકાલીએ પૂછ્યુ કે હનીની ગાડી પર સ્ન્છ નું સ્ટિકર અને લાઇટ કેમ લાગી હતી.?

અકાલી દળે સીએમ ચન્નીના પ્રકાશના સરપંચનું સ્ટિંગ જારી કર્યું હતું. સ્ટિંગમાં સરપંચ ઈકબાલ સિંહ પર માઈનિંગ કરાવવાનો આરોપ છે. અકાલીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસને ગેરકાયદે ખનનમાંથી પ્રતિ ફૂટ ૧.૫૦ રૂપિયા મળે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.