Western Times News

Gujarati News

સોના પરનો જીએસટી ૩ ટકામાંથી ઘટાડી ૧.રપ ટકા કરવા માંગ

( એજન્સી) નવીદિલ્હી, કેેન્દ્રીય બજેટમાં દેશના જ્વેલરી ઉદ્યોગે એક મોટી આશા રાખી છે. અને આભૂષણો ઉપરનો જીએસટી ઘટવાની સાથે હાલમાં સોનાના ઘરેણાની ખરીદી ઉપર જે રીતે પાનકાર્ડ અનિવાર્ય છે તે જાેગવાઈ દૂર કરવામાં આવશે. અથવા તો તેમાં હાલ રૂા.ર લાખથી વધુની ખરીદી ઉપર આ નિયમ લાગુ થાય છે એ વધારીને રૂા.પ લાખ સુધી કરવા માટે સરકાર આગળ વધશે એાશા છે.

જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારામનની સમક્ષ આ અંગેે રજુઆત કરાઈ છયેય. જેમાં હાલ જ્વેલરી ઉપર જે ૩ ટકાનો ટેક્ષ છે તે ઘટાડીને ૧.રપ ટકા કરવાની માંગ છે. અને દૈનિક કેસ લીમીટ જેે રૂા.૧૦ હજાર છે તે રૂા.૧ લાખ સુધીની કરવાની માંગણી કરવામાં આવી છે.

આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ દ્વારા નાણામંત્રીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ છે. સોના સહિતની કિંમતી ધાતુની કિંમતો વધતી જાય છે. અને તેેથી તેના ઉપર જીએસટી ઘટાડવાથી સરકારની આવકને કોઈ નુકશાન થશે નહી એવી દલીલ પણ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.