Western Times News

Gujarati News

ખાંડ મિલો વેચવામાં ૨૫ હજાર કરોડના કૌભાંડનો આક્ષેપ

કોલ્હાપુર, સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ મહારાષ્ટ્રની સહકારી ખાંડ મિલોને વધારે કિંમતમાં વેચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહને પત્ર લખીને ૨૫ હજાર કરોડના કૌંભાડની તપાસ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ પર કરાવવાની માગ કરી છે.

અમિત શાહને લખેલા પત્રમાં હજારેએ વિનંતી કરી હતી કે, કથિત કૌભાંડની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચ સત્તાવાળી સમિતિની રચના કરવામાં આવે.

અન્ના હઝારેએ લખ્યું, “૨૦૦૯ થી, અમે ખાંડ મિલોને નકામા ભાવે વેચવા અને સહકારી નાણાકીય સંસ્થાઓમાં અનિયમિતતા સામે વિરોધ કરી રહ્યા છીએ. વર્ષ ૨૦૧૭માં અમે મુંબઈમાં ફરિયાદ નોંધાવી અને ડીઆઈજી સ્તરના અધિકારીને ફરિયાદની તપાસ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું કે, ૨ વર્ષ પછી કેસ બંધ કરવાનો રિપોર્ટ લગાવવામાં આવે જેમાં કહેવામાં આવ્યું કે, કોઈ અનિયતિતતા મળી નથી. વરિષ્ઠ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તાએ સવાલ કર્યો કે, “જાે મહારાષ્ટ્ર સરકાર ૨૫ હજાર કરોડ રૂપિયાના કૌંભાડની સામે કાર્યવાહી નહીં કરે તો કોણ પગલા ઉઠાવશે?” તેમણે કહ્યું કે કેન્દ્રએ ખેડૂતોના કલ્યાણ અને સહકારી ક્ષેત્રની સુધારણા માટે સહકાર મંત્રાલયની રચના કરી છે.

અન્ના હઝારેએ જણાવ્યું કે, “અમારું માનવું છે કે, આ એક સારુ ઉદાહરણ હશે, જાે કેન્દ્ર મહારાષ્ટ્રની ખાંડની મિલોની વેચવાની તપાસ હાઈ લેવલ કમિટિ બનાવીને કરાવે.” જાેકે, અન્ના હઝારેએ પોતાના પત્રમાં કોઈ પણ સહકારી ખાંડ મિલના નામનો ઉલ્લેખ નથી કર્યો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.