Western Times News

Gujarati News

ધૃતિશ્મન ચક્રવર્તી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત

નવી દિલ્હી, ધૃતિશ્મન ચક્રવર્તી જે કરે છે એ કોઈ બાળકોનો ખેલ નથી. હકીકતમાં મોટાભાગના પુખ્ત વયના લોકોને પણ આ પડકારજનક લાગશે. આસામના નઝીરા શહેરમાં ઓએનજીસી કોલોનીની પાંચ વર્ષની બાળકી અડધો ડર્ઝનથી પણ વધારે ભાષાઓમાં ગાઈ શકે છે અને હવે તેને વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ૨૦૨૨થી સમ્માનિત કરવામાં આવી છે.

શિવ સાગર જિલ્લાના ડેપ્યુટી કમિશનરની કચેરીમાં સોમવારે એક સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં ડીસી મેઘ નિધિ ડહલ, ધૃતિશ્મનના માતા-પિતા દેવજીત અને સોનમ ચક્રવર્તી પણ હાજર હતા. બ્લોકચેન ટેક્નોલોજી દ્વારા બાળકને ઈનામ આપવામાં આવ્યું હતું અને ઈનામની રકમ તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમઆરબીપી ૨૦૨૨ના વિજેતાઓ સાથે વસ્તુતઃ વાતચીત કરી અને તેમને ડિજિટલ રૂપે પ્રમાણપત્ર પ્રદાન કર્યા. આ આયોજન દેશમાં કોવિડ-૧૯ સંકટને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. ૧૪ છોકરીઓ સહીત કુલ ૨૯ બાળકોને ૬ ક્ષેત્રો – નવીનતા, શૈક્ષણિક સિદ્ધિઓ, રમતગમત, કળા અને સંસ્કૃતિ, સમાજ સેવા અને બહાદુરી માટે સમ્માનિત કરવામાં આવ્યા હતા.

દરેક વિજેતાને ૧,૦૦,૦૦૦ રૂપિયાનું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ઈન્ચિયા બુક ઓફ રેકોર્ડસ પ્રમાણે ૩ વર્ષની ઉંમરમાં ધૃતિશ્મન “સૌથી નાની ઉંમરની બહુભાષી ગાયક બની ગઈ છે.” તે સ્પષ્ટ રૂપે અસમિયા, હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, કન્નડ, સંસ્કૃત, સિંહલી, વગેરે ભાષાઓમાં ગાઈ શકે છે. તેને ડ્રમ અને ગિટાર વગાડવાનું પણ પસંદ છે. ૫ વર્ષની ઉંમરમાં તેમણે ૭-૮ ભાષાઓમાં ૭૦થી વધારે ગીત રેકોર્ડ કર્યા છે.

જેમાંથી કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગયા છે. સાથે જ ફેસબુક પર તેમના લગભગ ૧૩,૧૦૦ અને યુટ્યુબ પર ૪,૨૦૦ ફોલોઅર્સ છે. તેમના પરિવારના જણાવ્યા પ્રમાણે કોલકાતાના રવિન્દ્ર તીર્થમાં આયોજિત એક લાઈવ શોમાં પુરસ્કાર મેળવ્યો હતો અને શંકર મહાદેવન અકાદમી દ્વારા આયોજિત એક અનલાઈન પ્રતિયોગિતામાં પણ વિજયી થઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.