Western Times News

Gujarati News

બાયડ વિધાનસભા પેટા ચૂંટણી કોંગ્રેસમાં ગાબડું

 માલપુર તાલુકાના ૩૦૦થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ કેશરિયો ધારણ કર્યો નો ભાજપનો દાવો 

 બાયડ:લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાની સાથે ઉમેદવારી નોંધાવવા રાજકીય પક્ષોના મુરતિયાઓમાં હોડ જામતી હોય છે ટિકિટ ન મળતા અનેક રાજકીય અગ્રણીઓ અને તેમના સમર્થકો પક્ષે તેમની સાથે અન્યાય કર્યો હોવાની બૂમો પાડી પક્ષ પલટો કરી લેતા હોય છે કેટલાક સામાજિક અગ્રણીઓ પણ સત્તાધારી પક્ષમાં લાભ ખાટવા સત્તાધારી પક્ષની આંગળી પકડી લીધી હોવાના અનેક ઉદાહરણો છે

બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રેસ પક્ષમાં અન્યાય થતો હોવાનું જણાવી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો છોડી કેસરિયો ધારણ કર્યો હતો

બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રદેશ ભાજપ મહિલા અગ્રણી રમીલાબેન બારા, સાંસદ દીપસિંહ રાઠોડ અને જીલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભીની ઉપસ્થિતિમાં માલપુરમાં યોજાયેલ સભામાં ૩૦૦થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હોવાનો દાવો કર્યો હતો ભાજપમાં જોડાયેલા તમામ લોકોને ખેસરિયો પહેરાવી આવકાર્યા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.