Western Times News

Gujarati News

પ્રથમ ક્રિકેટ ટેસ્ટઃ રોહિત શર્માનો મેચમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ

પ્રથમ દાવમાં શાનદાર ૧૭૬ રન કર્યા બાદ બીજી ઇનિંગ્સમાં ૧૨૭ રન કરી આઉટઃ ટેસ્ટ મેચમાં ૧૩ છગ્ગા ફટકાર્યા: બંને દાવમાં સદીનો કેરલો રેકોર્ડ

વિશાખાપટ્ટનમ, વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે ચોથા દિવસે શ્રેણીબદ્દ રેકોર્ડ સર્જાયા હતા. ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્માએ એક મેચમાં સૌથી વધારે છગ્ગાનો રેકોર્ડ કર્યો હતો. આ ઉપરાંત અનેક રેકોર્ડ તોડ્યા હતા. વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં આજે જીતવા માટેના લક્ષ્યાંકનો પીછો કરતા રમત બંધ રહી ત્યારે આફ્રિકાએ ૧ વિકેટે ૧૧ રન કર્યા હતા. જીતવા માટેના ૩૯૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતા આફ્રિકાએ એક વિકેટ ગુમાવી દીધી હતી. રમત બંધ રહી ત્યારે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી હતી. આવતીકાલે પાંચમા અને અંતિમ દિવસે આફ્રિકાને બીજા ૩૮૪ રનની જરૂર રહેશે. ભારતની સ્થિતિ અતિ મજબૂત દેખાઈ રહી છે અને જીતવાની તક રહેલી છે.

આજની રમતની મુખ્ય વિશેષતા રોહિત શર્માની રેકોર્ડ ઇનિંગ્સ રહી હતી. રોહિત શર્મા પ્રથમ ઇનિંગ્સમાં ૧૭૬ રન બનાવ્યા બાદ બીજી ઇનિંગ્સમાં ૧૨૭ રન કરીને આઉટ થયો હતો. રોહિતે આ મેચમાં કુલ ૧૩ છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં છ અને બીજી ઇનિંગ્સમાં સાત છગ્ગા ફટકાર્યા હતા. એક મેચમાં ૧૩ છગ્ગા ફટકારનાર રોહિત શર્માએ પાકિસ્તાનના વસીમ અક્રમનો રેકોર્ડ તોડ્યો હતો. અક્રમે ઓક્ટોબર ૧૯૯૬માં ૨૫૭ રનની ઇનિંગ્સ રમી હતી જેમાં ૧૨ છગ્ગા ફટકાર્યા હતા. આ મેચની બીજી ઇનિંગ્સમાં રોહિત શર્માએ નવમી સદી ફટકારતાની સાથે જ સિદ્ધૂના રેકોર્ડને તોડ્યો હતો. ત્યારબાદ પણ આક્રમક બેટિંગ જારી રહી હતી. રોહિત શર્મા ભારત માટે એક વનડે મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. ઓસ્ટ્રેલિયાની સામે બીજી નવેમ્બર ૨૦૧૩ના દિવસે બેંગ્લોરમાં ૨૦૯ રનની ઇનિંગ્સમાં ૧૬ છગ્ગા ફટકાર્યા હતા.

રોહિતે ટ્‌વેન્ટી ક્રિકેટમાં પણ ભારત માટે એક મેચમાં સૌથી વધારે છગ્ગા ફટકારનાર બેટ્‌સમેન છે. રોહિતે શ્રીલંકાની સામે ઇન્દોરમાં ૨૨મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે ૧૧૮ રનની ઇનિંગ્સમાં ૧૦ છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્મા બંને ઇનિંગ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય બેટ્‌સમેન બન્યો હતો. આ પહેલા વિજય હજારે, સુનિલ ગાવસ્કર અને રાહુલ દ્રવિડે આ કારનામો કર્યો હતો. વિરાટ કોહલી અને રહાણે પણ આ કારનામો કરી ચુક્યા છે. ઓપનર તરીકે પ્રથમ જ ટેસ્ટમાં સૌથી વધુ રનનો રેરોક્રડ પણ રોહિતે પોતાના નામ ઉપર કર્યો છે.

ઓસ્ટ્રેલિયાના કેપ્લર વેસેલ્સનો રેકોર્ડ તોડ્યો હતો. વેસેલ્સે ઇંગ્લેન્ડ સામે બ્રિસબેનમાં ૧૯૮૩-૮૪માં ૦૮ રન કર્યા હતા. આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે બુધવારના દિવસે ફટકારેલી સદી પહેલા રોહિત શર્માએ ૨૭ ટેસ્ટ મેચોમાં ૩૯.૬૨ રનની સરેરાશ સાથે ૧૫૮૫ રન કર્યા હતા.વનડે ક્રિકેટમાં ૧૦૦૦૦થી વધુ રન બનાવી ચુક્યો છે. ભારત તરફથી મયંક અગ્રવાલે ૨૧૫ રન કર્યા હતા. ભારતે સાત વિકેટે ૫૦૨ રન કરીને દાવ પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો. આફ્રિકાને આ ટેસ્ટ મેચમાં મુશ્કેલીનો સામનો ભારતીય સ્પીનરો સામે કરવો પડી શકે છે. રવિચન્દ્ર અશ્વિન અને જાડેજાએ હજુ સુધી ૨૮ ટેસ્ટ મેચો રમી છે. જેમાંથી ભારતની ૨૧ ટેસ્ટ મેચોમાં જીત થઇ છે. જ્યારે છ ટેસ્ટ મેચો ડ્રો રહી છે.

આ જોડીની હાજરીમાં ભારતે જે મેચો રમી છે તે પૈકી ૨૧ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે. જે સાબિત કરે છે કે તેમની હાજરી હરિફ ટીમો માટે કેટલી ઘાતક રહેલી છે. અશ્વિને આ ૨૮ ટેસ્ટમાં ૧૭૧ વિકેટ લીધી છે. જ્યારે જાડેજાએ ૨૮ ટેસ્ટ મેચોમાં ૧૪૪ ટેસ્ટ વિકેટ પોતાના નામ પર કરી છે. એમ કુલ મળીને બંનેએ સાથે રમતા કુલ ૩૧૫ વિકેટ ઝડપીછે. દક્ષિણ આફ્રિકા જ્યારે વર્ષ ૨૦૧૫માં ભારતના પ્રવાસે આવ્યું હતું ત્યારે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં અશ્વિને ૩૧ અને જાડેજાએ ૨૩ વિકેટ લીધી હતી. આફ્રિકાની ટીમની કુલ ૭૦ પૈકીની ૫૬ વિકેટો આ બે બોલરોએ લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.