Western Times News

Gujarati News

અંકલેશ્વર ફાર્મા કંપનીમાં સ્પાર્કથી ૫ દાઝ્‌યા, બેનાં મોત

Abhilasha pharma

Abhilasha pharma

અંકલેશ્વર, ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં સ્પાર્ક થતા પાંચ કામદારો ગંભીર રીતે દાઝ્‌યા હતા. દુઃખદ વાત એ છે કે, આ દુર્ઘટનામાં બે કામદારોનાં કરૂણ મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ દાઝેલા કામદારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રીએક્ટરનું ઢાંકણુ ખોલતી વખતે સ્પાર્ક થયો અને આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે સ્ટાફના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને કરવામાં આવી હતી. જે બાદ દાઝી ગયેલા કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અંકલેશ્વર જીઆઈડીસીમાં અભિલાષા ફાર્મા નામની કંપની આવેલી છે. આ ફાર્મા કંપનીમાં આવેલા રિએક્ટરનું ઢાંકણુ ખોલવા માટે કામદારો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. એ સમયે કોઈ કારણોસર સ્પાર્ક થયા બાદ જાેરદાર ભડકો થયો હતો. જેના કારણે રિએક્ટરની આસપાસ કામકાજ કરી રહેલાં પાંચ કામદારો દાઝી ગયા હતા. જે બાદ તેમની હાલત બગડી હતી. ઘટના બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

બાદમાં પાંચેય દાઝી ગયેલા કામદારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે કામદારોનાં મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળે જઈ લોકોના નિવેદન લીધા હતા. બાદમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.

મહત્વનું છે કે, આજથી એક મહિના પહેલાં અંકલેશ્વર જીઆઈડીસીમાં એક કંપનીમાં કન્સ્ટ્‌ર્ક્‌શનનું કામકાજ ચાલી રહ્યું હતું. એ સમયે એક દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દીવાલ ધરાશાયી થતા ૬ લોકો તેની નીચે દટાયા હતા. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.

બાદમાં રેસ્ક્યૂ ઓપેરશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જાે કે, આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જ્યારે અન્ય ૫ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં કોન્ટ્રાક્ટર સહિત ત્રણ કામદારો મળીને કુલ ચાર લોકોનાં મોત થયા હતા. આ મામલે પણ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.