Western Times News

Gujarati News

સુરતમાં બનતી ફેસ જ્વેલરીની US, UK કેનેડામાં ડિમાન્ડ

સુરત, તમારા પ્રિયજન અથવા તમારા ફેવરિટ સંગીતકાર કે એક્ટરની તસવીર પેન્ડન્ટમાં લગાવવી તે હવે ભૂતકાળની વાત છે. અત્યારે ચહેરાને રત્નજડિત જ્વેલરીમાં ફેરવવાનો ટ્રેન્ડ છે અને આ જ કારણથી સુરતના હીરા ઉદ્યોગની ચમક પાછી ફરી છે.

હાલમાં જ શહેરના એક જ્વેલરી મૅન્યુફેક્ચરરને એક યુએસ મ્યુઝિકલ ગ્રુપના લીડ સિંગરના ચહેરાને સાત સમાન જ્વેલરી પર પ્રતિકૃતિ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. ‘ગ્રુપના તમામ સભ્યો હીરા જડીત આ ૬૦૦ ગ્રામનું પેન્ડન્ટ પહેરશે. દરેકની કિંમત લગભગ ૧ લાખ ડોલર (આશરે ૭૪.૫૫ લાખ રૂપિયા) હશે’, જેમ જ્વેલરે કહ્યું હતું.

વિદેશમાં આવી જ્વેલરીના માગ છે. યુએસ, યુકે અને કેનેડાના ડિસ્ટ્રિબ્યૂટર્સને નિયમિત આવા ઓર્ડર મળતા રહે છે. તમારા ફેવરિટ સ્ટાર અથવા પ્રિયજનને યાદ રાખવાની આ સૌથી કિંમતી રીત છે’, તેમ સતિષ માણિયા નામના એક મૅન્યુફેક્ચરરે જણાવ્યું હતું. આ પેન્ડન્ટનું વજન ૨૦ ગ્રામથી ૧ કિલો સુધીનું હોય છે અને તેની કિંમત ૧૫૦૦ ડોલરથી ૧,૫૦,૦૦૦ ડોલર સુધીની હોઈ શકે છે.

હીરાની ઉપલબ્ધતા, જ્વેલરી બનાવતા કારીગરો અને ટેકનોલોજીના કારણે આ ટ્રેન્ડ ડાયમંડ સિટીને ઘણો ફાયદો કરાવી રહ્યું છે. ‘અમે અમારા કુશળ કારીગરો અને ટેકનોલોજીના કારણે ચહેરાના ફીચર્સની ચોક્કસ રેપ્લિકા બનાવી શકીએ છીએ. પહેલા તો જ્વેલરીની કોમ્પ્યુટર ઈમેજ ક્લાયન્ટ શેર કરીએ છીએ.

એકવાર મંજૂરી મળ્યા બાદ, તદ્દત તેવી જ જ્વેલરી બનાવવામાં આવે છે’, તેમ રમેશ કાકડિયા નામના મૅન્યુફેક્ચરરે જણાવ્યું હતું. નરેશ માંગુકિયા, જેમની કંપનીને નિયમિત એક્સપોર્ટ ઓર્ડર મળી રહ્યા છે, તેમણે કહ્યું હતું કે, ‘ચીનમાં પણ આવું કામ કરવામાં આવે છે.

જાે કે, સુરતમાં જે રીતની કારીગરી અને ગુણવત્તા મળે છે તેની સાથે કોઈ સરખામણી કરી શકે નહીં. અન્ય દેશોમાં પણ અમારા પ્રતિસ્પર્ધી હોવાથી અમે પરવડે તેવા ભાવમાં જ્વેલરી બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. તેથી સુરતને વધારે ઓર્ડર મળે છે’.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.