Western Times News

Latest News from Gujarat India

લિવ ઈનમાં રહેતી પુત્રીએ બોયફ્રેન્ડ સાથે મળી માતાની હત્યા કરી નાખી

નવીદિલ્હી, દિલ્હીના આંબેડકર નગર વિસ્તારમાં એક હ્રદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. એક પુત્રીએ તેના મિત્ર સાથે મળીને તેની ૫૫ વર્ષીય માતાનું સર્જિકલ બ્લેડ વડે ગળું કાપીને હત્યા કરી નાંખી છે. એટલું જ નહીં ક્રૂરતાની હદ પાર કરીને પુત્રીએ પોલીસ સમક્ષ લૂંટની ખોટી સ્ટોરી પણ રચી કાઢી હતી. જાેકે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા આરોપી પુત્રી અને તેના મિત્રની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ૧૯ ફેબ્રુઆરીએ એક વૃદ્ધ મહિલાની અમુક અજ્ઞાત ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે તપાસ કરી તો ૫૫ વર્ષીય સુધા રાનીનું લોહીથી લથપથ શરીર ઘરના પહેલા માળે પલંગ પર પડેલું હતું.

પોલીસે લાશનો કબજાે મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને કેસ નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની સાથે ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી તમામ પુરાવા એકત્ર કર્યા હતા.

પોલીસને શરૂઆતી તપાસમાં જ સુધા રાનીનો મૃતદેહ જાેઈને લાગી રહ્યું હતું કે હત્યા સમયે મહિલા વિરોધ કરી શકી ન હતી. મૃતક મહિલાની પુત્રીએ પોલીસને જણાવ્યું કે રાત્રે લગભગ ૯.૩૦ વાગ્યે બે લોકો હાથમાં બંદૂક લઈને ઘરમાં ઘૂસ્યા હતા. બંનેના ચહેરા ઢાંકેલા હતા. આ લૂંટારૂંઓ ઘરમાં રાખેલા માતાના દાગીના અને રોકડની પણ લૂંટ કરી હતી અને તેને માર મારીને નાસી છૂટ્યા હતા.

હકીકતમાં મૃતક મહિલાની પુત્રીએ પોલીસને મૂંઝવવા માટે આ સમગ્ર લૂંટની ઘટના રચી હતી. પોલીસની સતત પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી દેવયાનીના લગ્ન ગ્રેટર નોઈડાના રહેવાસી ચેતન સાથે થયા હતા અને આ લગ્નથી તેને ચાર વર્ષનો પુત્ર પણ છે, પરંતુ લગ્ન પછી તરત જ આરોપી દેવયાની તેના પતિને છોડીને ચાલી ગઈ હતી અને શિબુ નામના યુવક સાથે રિલેશનશિપમાં જ રહેવા લાગી હતી.

દેવયાનીની માતા તેના સંબંધોથી ખુશ ન હતી અને ઈચ્છતી હતી કે દેવયાની આ સંબંધ તોડી નાંખે અને પતિ સાથે ફરી શાંતિથી રહેવાનું શરૂ કરે.

દેવયાનીએ કબૂલેલ વાત અનુસાર તેની માતાએ ધમકી આપી હતી કે જાે તે તેના પતિ સાથે રહેવા નહીં જાય તો તે તેને મિલકત અને તમામ વસ્તુઓમાંથી કાઢી મૂકશે. એટલું જ નહીં પૂછપરછમાં દેવયાનીએ જણાવ્યું કે તેની માતાએ તેને પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. પૈસાની તંગીને કારણે દેવાયની પરેશાન થવા લાગી હતી. અંતે કંટાળીને તેણે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા શિબુના મિત્ર કાર્તિક, જેને તે એક વર્ષથી ઓળખતી હતી, તેની સાથે પોતાની માતાને જ મારવાનો પ્લાન બનાવ્યો.

યોજના અનુસાર દેવયાનીએ તેની માતા અને કાકા સંજયની ચા માં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી. ત્યારબાદ દેવયાનીએ કાર્તિકને બોલાવ્યો અને કાર્તિકે સર્જિકલ બ્લેડથી દેવયાનીની માતાનું ગળું કાપી નાખ્યું.

આ પછી તેણે ઘરમાં રાખેલા દાગીના અને રોકડ પોતે કાર્તિકને આપી અને કાર્તિકને ત્યાંથી જવાનું કહ્યું. જાેકે કહેવાય છે કે ને પાપનો ઘડો મોડો પણ ફૂટે છે ખરો, તેમ બંનેની મિલીભગત તપાસમાં બહાર આવી અને પોલીસે બંનેની ધરપકડ કરી છે.

પોલીસ અધિકારીઓએ કહ્યું કે મૃતક મહિલાની પુત્રીના નિવેદનોમાં અને તપાસમાં બહાર આવતા તથ્યોમાં વિરોધાભાસ હતો. જેથી કડકાઈથી સતત પૂછપરછ થતા દેવયાની ભાંગી પડી હતી અને તેણે કાર્તિક ચૌહાણ નામના વ્યક્તિ સાથે મળીને તેની માતાનું ગળું કાપીને હત્યા કરી હોવાનું અને પોલીસને ગેરમાર્ગે દોરવા લૂંટની ખોટી સ્ટોરી બનાવી હોવાનું ખુલ્યું હતું.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers