Western Times News

Gujarati News

સુરતમાં પોલીસે ૫૪૮ કિલો ચંદનના લાકડા કબજે કર્યા

સુરત, ફિલ્મ પુષ્પા ની જેમ સુરત શહેરમાં પણ એક ખેડૂત બારોબાર ચંદનના લાકડા વેચાણ માટે જતા એટીએસ અને એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં પુણા કુંભારીયાના એક મકાનના પાર્કિંગ માંથી પોલીસે ૫૪૮ કિલો ચંદનના લાકડા કબજે કર્યા હતા. આ ઉપરાંત ૩ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એટીએસની ટીમને બાતમી મળી હતી કે સુરતના પુણા કુંભારીયા સ્થિત ટેકરા ફળિયાના એક મકાનના પાર્કિંગમાં ચંદનનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જે બાતમીના આધારે એટીએસ, સુરત એસ.ઓ.જી અને વનવિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસને મોટા જથ્થામાં ચંદનના લાકડા મળી આવ્યા હતા.

પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાના નામ વિનોદ પટેલ, ધીરુ આહીર અને વિજય ભરવાડ જણાવ્યું હતું. વિનોદનું ફાર્મ હાઉસ કામરેજ નજીક આવેલ છે, જ્યાં તેને ચંદનના વૃક્ષો વાવ્યા છે. વિનોદ ભાઈ એ આ ચંદનના લાકડા વેચવા માટે કોઈ સરકારી પરવાનગી લીધી નથી, તેમ છતાં આ ચંદનના લાકડાનો બારોબાર વહીવટ કરવાની ફિરાકમાં હતો. ખેડૂત ને આ ચંદનનું લાકડું ૬૦૦ રૂપિયામાં પડતું હતું અને તેની બજાર કિંમત રૂ ૧૫૦૦ હતી. જેથી વધુ રૂપિયા મળવાની લાલચમાં આ ચંદનના લાકડા બહાર વેચવાની ફિરાકમાં હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.

આ બનાવમાં પોલીસે રૂ. ૨૫ લાખની કિંમતના ૫૩૮ કિલો ચંદનના લાકડાનો જથ્થો કબજે કર્યો હતો. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જાે આ ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવશે મસમોટું કૌભાંડ બહાર આવશે તેવી શકયતા વ્યક્ત કરાઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.