Western Times News

Gujarati News

મધ્યઝોનમાં “ભૂતિયા” સીવીક સેન્ટર પર ટેક્ષના નાણાં લેવામાં આવ્યા !

નવા પશ્ચિમઝોનની સ્યાહી સૂકાઈ નથી ત્યારે મધ્ય અને દક્ષિણ ઝોનના સીવીક સેન્ટરોમાં નાણાંકીય ગેરરીતિ થઈ હોવાની વિગતો બહાર આવી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનમાં અંદાજે રૂા. ત્રણ કરોડની નાણાંકીય ઉચાપત થઈ હતી જેના અહેવાલ બાદ ૨૦૧૯ ની સાલમાં ઉચ્ચ અધિકારીઓ તપાસ થઈ હતી તથા ઉચાપતનો આંકડો ઘટાડી રૂા.૯૦ લાખ કરવામાં આવ્યો હતો. બોડકદેવ સીવીક સેન્ટરની આવક રોકડ રકમ નાણાં વિભાગમાં જમા કરાવવામાં આવતી ન હતી.

સદ્‌ર કૌભાંડ જાહેર થયા બાદ તંત્ર દ્વારા પોલીસ ફરીયાદ પણ કરવામાં આવી હતી. જેની ન્યાયિક કાર્યવાહી હજી પૂર્ણ થઈ નથી તેમછતાં દોષિત ત્રણ કર્મચારીઓએ અપીલ સબ કમીટી સમક્ષ તેમ તે પરત લેવા માટે અરજી કરી છે. જેનો ચૂકાદો ગુરુવારે આવશે.

મ્યુનિ. હોદ્દેદારોનો અભિગમ કેવો હશે ? તે ભાવિના ગર્ભમાં છે. પરંતુ નવા પશ્ચિમઝોનની ઉચાપત બાદ પણ મ્યુનિ. તંત્ર નિષ્ક્રિય રહ્યુ હોવાથી અન્ય બે ઝોનમાં આ પ્રકારની ગેરરીતિ થઈ હોવાની વિગતો બહાર આવી છે. ચોકાવનારી બાબત એ છે કે મધ્યઝોનમાં હયાત ન હોય તેવા સીવીક સેન્ટરને ટેક્ષ કલેકશન સેન્ટર દર્શાવવામાં આવી રહ્યુ છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે વોર્ડ દીઠ સીવીક સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ટેક્ષની રકમ તો પણ સ્વીકાર કરવામાં આવે છે. મ્યુનિ. શાસકપક્ષે તિજાેરીની ચાવી ખાનગી કોન્ટ્રાકટરોને સોંપી છે તથા સ્વંય ‘ચોકીદાર’ની ભૂમિકા ભજવી રહ્યા છે.

પરંતુ અહીં સત્તાધીશોની ગણતરી ખોટી પડી છે ઘરની તિજાેરી અન્યને સોંપવાની ભૂલનો પ્રથમ કડવો અનુભવ ૨૦૧૯ માં થયો હતો તેમછતાં અધિકારીઓ અને હોદ્દેદારો જાગૃત થયા નથી જેના કારણે નાણાંકીય ગેરરીતિ પરંપરા બની ગઈ છે.

મધ્યઝોનના ટેક્ષ કલેકશન રીપોર્ટમાં સરદાર પટેલ સીવીક સેન્ટરનો ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ ઝોનના ઉચ્ચ અધિકારીની મૌખિક કબૂલાત મુજબ આવું કોઈ સીટી સીવીક સેન્ટર નથી તેમ છતાં આ સીવીક સેન્ટર દ્વારા ટેક્ષની વસૂલાત કરવામાં આવે છે.

સરદાર પટેલ સીવીક સેન્ટર પર ૧૬ નવેમ્બર-૨૦૨૦ ના દિવસે રૂા.૧૨૪૯૩ તથા ૨૨ નવેમ્બર-૨૦૨૦ ના દિવસે રૂા.૧૫૪૧૮ ની રકમ મિલ્કત વેરા પેટે લેવામાં આવી હતી તથા તેની રસીદ પણ આપી હતી. સદ્‌ર કેસમાં એમ્પલોઈ તરીકે ખાનગી બેંક દર્શાવવામાં આવી છે તથા કુલ કલેકશનમાંથી સદર રકમ બાદ કરી ઝોનલ બેંક ખાતામાં જમા થાય છે.

પરંતુ આ બે રસીદના નાણાં ક્યાં જમા થયા છે પરંતુ આ બે રસીદના નાણાં ક્યાં જમા થયા છે તે બાબત અધ્યાહાર છે. તેવી જ રીતે ખાડીયા સીવીક સેન્ટરમાં અલગ-અલગ દિવસે જમા થયેલ કુલ રૂા. ૨૯,૬૦૦ પણ “પગ” કરી ગયા છે આ રકમ કોના ખાતામાં જમા થઈ છે તે બાબત અધિકારીઓ હજી સુધી શોધી શક્યા નથી.

દક્ષિણ ઝોનના મણીનગર, બાગે ફિરદોંસ તથા કાંકરીયા સીવીક સેન્ટરમાં પણ ગેરરીતિ થઈ છે. ઝોનના આ ત્રણ સીવીક સેન્ટરો પર અલગ અલગ દિવસે ટેક્ષ પેટે સ્વીકાર કરવામાં આવેલ રૂા.૬૮ હજારની રકમનો હિસાબ મળતો નથી.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સીવીક સેન્ટરોનું ખાનગીકરણ કરવામાં આવ્યુ છે. જેમાં ટેક્ષ તથા અન્ય આવક પેટે કરોડો રૂપિયા જમા થાય છે. પરંતુ તેની સાર-સંભાળ રાખવા માટે અધિકારીઓ તસ્દી લેતા નથી. આ મામલે નાણાં વિભાગે અને ઇ-ગર્વનન્સ વિભાગ દ્વારા કરવામાં આવેલા સરક્યુલર નો અમલ થતો નથી. જેને ઝોનના ડેપ્યુટી ચીફ એકાઉન્ટ તથા આસી.મેનેજરની નિષ્ક્રિયતાને પણ આવી ગેરરીતિ માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.