Western Times News

Gujarati News

જાે ઘરની મુખ્ય કમાનારી વ્યક્તિ જ અશાંત, ક્રોધી, હતાશ અને અહંકારી હશે તો ઘરના લોકોને ક્યારેય શાંતિનો અનુભવ નહીં થાય

પ્રતિકાત્મક

સંપત્તિ આત્મ સન્માન સાથે આવવી જાેઈએ

પરિવારના દરેક સભ્યે પોતપોતાની ભૂમિકા ભજવવાની હોય છે. સૌ પોત પોતાનું કામ બરાબર કરશે તો જ ઘરમાં સુખશાંતિ આવશે.

અમિતાભ બચ્ચનની ‘દિવાર’ ફિલ્મનુૃ એક દ્રષ્ય મારાથી ક્યારેય ભૂલાશે નહી. તરૂણ વયનો અમિતાભ રેસકોર્સની બહાર બુટ-પોલીસ કરવાનુૃં કામ કરે છે. અંધારી આલમનો ડોન ઈફતેખાર રહેમાન એની પાસે પોતાના જૂતા ચમકાવવા ઉભો રહ છે. બૂટ પોલીશ થઈ જાય છે

એટલે ઈફતેખાર રહેમાન પોતાના એક સાગરીતને પૈસા આપવાનો ઈશારોે કરે છેે.પેલો માણસ અમિતાભ તરફ પૈસા ફેંકે છે. તરૂણ વયવનો અમિતાભ મક્કમતાથી કહે છે કે ‘સા’બ, મે ફેકે હુૃએ પૈસે નહી ઉઠાતા.’ આ મહેનતના પૈસા છે તેથી પૂરા સન્માન સાથે આપવા જાેઈએ.

આપણા શાસ્ત્રોમાં અવારનવાર કોઈને તાબે ન થઈ જવાની શિખામણ આપવામાં આવી છે. કોઈની સામે આદરથી ઝુકીને માન આપવુ એક વાત છે. પણ કોઈને તાબે થઈ જવુ તે તદ્‌ન જુદી સ્થિતિ છે.

કેવી રીતે ખબર પડે કે આપણે કોઈની સામે આદરભાવથી નતમસ્તક થઈ રહ્યા છીએ કે એને તાબે થઈ રહ્યા છીએ.? આ સવાલ આપણે ે આપણા અંતરાત્માને પૂછવો જાેઈએ. આપણા દિલમાં એ વ્યક્તિ પ્રત્યે ભરપૂર સન્માન હશે તો જ આદરભાવથી નતમસ્તક થયા ગણાશો.

માથુ નમાવીએ નહી તો પણ એ વ્યક્તિ પ્રત્યે સન્માનની લાગણી ધરાવતા હોઈએ એટલુ પણ પૂરતુ છે. ભીતરથી શાંતિ મળવી જાેઈએ. બસ, સામે પક્ષે જાે આપણે કોઈની પીઠ પાછળ તેની બુરાઈ કરીશું તો અથવા તો તેના વિશે ઉતરતુ -વિચારીશું-બોલીશું તો અને છતાંય એની સામે એના વખણ કરીશું કે એનો આભાર માનીશુ તો આનો અર્થ થયો કે આપણે ે અને તાબે થઈ ગયા છીએ.

આદરભાવથી નમન કરવાથી આંતરીક શાંતિ અને પરમાનંદની અનુભૂતિ થાય છે. આપણને અન્ન, વસ્ત્ર, આવાસ વગેરે પૂરા પાડતુ ધન સન્માનપૂર્વક ઉપાર્જીત કરવામાં આવ્યુ હોય તે મહત્ત્વનુ છે. ધન કમાયા છે પછી આપણને આંતરીક શાંતિનો અનુભવ થવો જાેઈએ.

કોઈને તાબે થઈને કમાયેલું નાણું પોતાની સાથે જ અશાંતિ, ક્રોધ, ચીડ અને હતાશા લેતુ આવે છે. આવુ ધન માણસને ે આંતરીક સુખ નહીં આપી શકે. આ સઘળી નકારાત્મક લાગણીઓ વહેલીમોડી પરિવારના સભ્યોમાં પણ ફેલાય છે. કોઈને તાબે થઈને કમાણી કરી હશે તો આત્મદયાની લાગણી જાયા વગર રહેશે નહી.

શુૃં થાય, પરિવારની જરૂરીયાતો ખાતર મારે આ બધુ કરવંુ પડ્યુ. ઘરના લોકો માટે એવી લાગણી જાગશે કે આ બધુ મારે તમારા ખાતર કરવુ પડે છે. આ બધુ હું ઘરના માણસો માટે કરૂ છૃ. માણસમાં અહ્મ આવે એટલે એને બીજાઓએ પોાના પર વિશેષ ધ્યાન આપવુ જાેઈએ એવી લાગણી જાગતી હોય છે.

જાે આપણે ઘરનાઓ માટે કમાતા હોઈ તો કંઈ તેમના ઉપર ઉપકારાકાર નથી કરતાએ આપણે ફરજ બને છે કે પરિવારના દરેક સભ્યે પોતપોતાની ભૂમિકા ભજવવાની હોય છે. સોૈ પોતપોતાના કામ બરાબર કરશે તો જ ઘરમાં સુખશાંતિ આવશે. જાે ઘરની મુખ્ય કમાનારી વ્યક્તિ જ અશાંત, ક્રોધી, હતાશ અને અહંકારી હશે તો ઘરના લોકોને ક્યારેય શાંતિનો અનુભવ નહંી થાય.

જાે આપણને એમ લાગતુ હોય કે આપણ ફક્ત પૈસા માટે જ કામ કરીએ છીએ. તો પોતાની માન્યતાઓ , નૈતિક મૂલ્યો અને સિધ્ધાંતો સાથે બાંધછોડ થવાની જ. કશો અર્થે નથી આવુ કામ કરવાનો. એ કામમાંથી સારી આવક થતી હોય તો પણ નહી. પૈસાની અત્યંત જરૂર હોય તો પણ નહીં. જે ક્ષણે આપણે તાબે થઈ જઈએ છીએ.

અથવા ખુદની માન્યતાઓની બલી ચડાવીએે છીએ. તે ક્ષણથી આપણે ખુદની નજરમાંથ ી ઉતરી જઈએ છીએ. પછી એંવુ લાગવા માંડે છે કે આપણે જાણે કોઈ બજારૂ ચીજ છીએ. જેને પૈસા ફેંકીનેે ખરીદી શકાય છે. બહુ જ અપમાનજનક લાગણી હોય છે.

આ જે સંસ્થા કે વ્યક્તિનેે આપણે તાબે થયા હોઈશુૃ તે માની લેશે કે આ માણસ તો પૈસા ખાતર કઈ પણ કરવા તૈયાર થઈ જશે. આપણને નિહાળવાની એની દ્રષ્ટી બદલાઈ જશે. આપણું આત્મસન્માન તળીયે પહાંચી જશે. હવે જાે આપણે ે તેમની સામે સિધ્ધાંતો કે મૂલ્યોની વાત કરીશુૃ, વિરોધ કરીશુ કે તેમની વાત નહીં માનીએ તો તેઓ ચિડાઈ જશે. જાે કે લાંબા ગાળે એમના દિલમાં આપણા માટેે માન જરૂર જાગશે.

મહૃર્ષિ વાલ્મિકીની કથા જાણો છો? પૌરાણિક કથા અનુસાર તેઓ પહેલાં લૂંટારા હતા તેમનું નામ હતુ વાલિયો. (તેઓ રત્નાકર તરીકે પણ ઓળખાતા) વાલિયાએ એકવાર નારદ મુનિને લૂંટવાની કોશિષ કરી, નારદમુનિએ પૂછ્યુ‘‘ તું શુૃં કામ લૂંટફાટનું કામ કરે છે?

વાલિયાએ જવાબ આપ્યો કે ‘મારા પરિવારને ગુજરાન ચલાવવા નારદમુનિએ કહ્યુ. જા, જઈને ઘરે બધાને પૂછ કે શુૃ તેઓ તારા આ પાપમાં ભાગીદાર થવા તૈયાર છે? વાલિયાએ ઘરે જઈને સૌને આ સવાલ કર્યો. સૌએ એક જ જવાબઆપ્યોઃ‘ના, અમે તમારા પાપમાં ભાગીદાર બનવા તૈયાર નથી.

કહેવાના મતલબ એ છે કે કશાયને તાબે થઈને ધન ન કમાઓ. પરિવાર તો શું, તમારો માહ્યલો પણ તમારા પાપમાં ભાગીદાર બનવા રાજી નહીં થાય.

યોગિક વેલ્થઃ- આર્થિક બાબતોને લગતા તમામ દસ્તાવેજાે, કાગળીયા વગર વ્યવસ્થિતપણે ગોઠવો. તમારૂ નગદનામું પણ સરખી રીતે રાખો નિયમિતપણે તમારી સંપતિનું મૂલ્યાંકન કરતા રહો. આ બધી લક્ષ્મીની ઉપાસના કરવાની રીતો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.