Western Times News

Gujarati News

ગુજરાત સાયન્સ સિટી અને IIT ગાંધીનગર વચ્ચે STEM શિક્ષણ અને સર્જનાત્મક્તાને પ્રોત્સાહન આપવા MoU

ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સીટી (GCSC) અને ઇંડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલૉજી ગાંધીનગર વચ્ચે સૈદ્ધાંતિક કરાર (MoU)કરવામાં આવ્યા

અમદાવાદ :  ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી (GCSC) અને ઇંડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલૉજી ગાંધીનગર દ્વારા બુધવારને 23 ફેબ્રુઆરીએ 2022ના રોજ STEM શિક્ષણ અને સર્જનાત્મક્તાને પ્રોત્સાહન આપવાગુજરાત સરકારના શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના

માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં સૈદ્ધાંતિક કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગના સચિવ શ્રી વિજય નહેરા આઇએએસ તથા આઈઆઈટી ગાંધીનગરના ઇન્સ્ટિટ્યૂશનલ એડ્વાન્સમેંટના ડીન પ્રો. પ્રતિક મુથાની અધિકૃતતામાં આ પંચવર્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

આ MoU અંતર્ગત આઈઆઈટી ગાંધીનગર વિવિધ પ્રોજેકટ અંતર્ગત  ઇન્ટરેકટિવ STEM પ્રદર્શનો અને વિડીયો,પુસ્તકો, પ્રકાશનો રજૂ કરશે. મુલાકાતીઓ માટે STEM સેશન્સ અને વર્કશોપ હાથ ધરશે. વિજ્ઞાર્થીઓ માટે ટિંકરિંગ લેબ વિકસાવશે. શિક્ષકો માટે ક્ષમતા નિર્માણ કાર્યશાળાઓ યોજાશે. સાયન્સ સિટી ખાતે હેન્ડસ ઑઁન લર્નિંગ તથા પ્રોજેકટસ અંતર્ગત સાયન્સ સિટી ને માર્ગદર્શન પૂરું પાડશે.

આ MoUઅંતર્ગત ગુજરાત સાયન્સ સિટી, સાયન્સ સિટી ખાતે પ્રોજેકટ વિકસાવવા સ્ટેકહોલ્ડર મિટિંગ માટે આઈઆઈટી ગાંધીનગરના નિષ્ણાતોને આમંત્રિત કરશે. સાયન્સ સિટીના પરિસરમાં સીસીએલ-સેન્ટર ફોર ક્રિએટીવ લર્નિંગ આઈઆઈટી ગાંધીનગરને 100 થી વધુ મોટા પ્રદર્શનો, પ્રવૃતિઓ અને મનોરંજન આધારિત શિક્ષણ અન્વયે સાયન્સ સિટી પરિસર ખાતે યોગ્ય જગ્યા અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.

ગુજરાત સાયન્સ સિટી દ્વારા શિક્ષક પ્રશિક્ષણ વર્કશોપ અને વિદ્યાર્થી વર્કશોપની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ કરાર અંતર્ગતની પ્રવૃતિઓ માટે સીસીએલ આઈઆઈટી ગાંધીનગરને સાયન્સ સિટી દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.