Western Times News

Gujarati News

વિશ્વમાં યુદ્ધથી થનારી તબાહી માટે પુતિન જવાબદાર: યુએસ

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલા યુધ્ધના પગલે આખી દુનિયામાં ઉથલ પાથલ જાેવા મળી રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડને રશિયાને હુમલા માટે જવાબદાર ઠેરવીને કહ્યુ છે કે, સમગ્ર સ્થિતિ પર અમારી નજર છે.અમે નાટો સંગઠનના સભ્ય દેશો સાથે બેઠક કરવા માટે જઈ રહ્યા છે.આ યુધ્ધના કારણે જે પણ તબાહી અને ખુવારી થશે તે માટે દુનિયા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જવાબદાર ગણશે.

વ્હાઈટ હાઉસમાંથી બિડેન હાલમાં તમામ સ્થિતિ પર પોતાના સલાહકારો સાથે નજર રાખી રહ્યા છે.આ પહેલા જ અમેરિકા રશિયા પણ ઘણા પ્રતિબંધ લગાવી ચુકયુ છે.

અમેરિકાએ આ પહેલા યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં કહ્યુહતુ કે, રશિયાની કાર્યવાહીનો દુનિયાએ એક થઈને જવાબ આપવો પડશે.રશિયાએ સાચે જ યુક્રેનની સ્વાયતત્તાનુ ઉલ્લંઘન કર્યુ છે અને રશિયાની હરકત કોઈ પણ સંજાેગોમાં ચલાવી લેવાય તેવી નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.