Western Times News

Gujarati News

સતત ૧૨માં વર્ષે દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી બન્યા

નવીદિલ્હી, ફાર્બ્સ ઈન્ડિયાએ જાહેર કરેલી ભારતની સૌથી અમીર વ્યક્તિઓની નવી યાદી ફાર્બ્સે ભારતના ટાપ ૧૦૦ સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી છે, આ યાદીમાં ફરી એકવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ટાપ પર છે. અહીં સતત ૧૨મું વર્ષ છે જ્યાં મુકેશ અંબાણી ફોર્બ્સ ઈન્ડિયાની સૌથી અમીર ભારતીયોની ટાપ ૧૦૦ની યાદીમાં ટાપ પર છે. લગભગ ૨૮.૪ કરોડ (૪ મિલિયન અમેરિકન ડાલર)ના વધારા સાથે મુકેશ અંબાણી લગભગ ૩.૬૪ લાખ કરોડ રૂપિયા (૫૧.૪ બિલિયન)ની કુલ સંપત્તિની સાથે પહેલા નંબરે બરકરાર છે. બીજી તરફ, ગૌતમ અદાણીએ ૮ પાઇન્ટની મોટી છલાંગ લગાવી છે અને આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. આ ઉપરાંત ઉદય કોટકે પહેલીવાર ટાપ ૫માં સ્થાન મેળવ્યું છે.

સ્ટીલ નિર્માતા કંપની આર્સેલરના માલિક લક્ષ્મી મિત્તલ ફોર્બ્સની આ યાદીમાં ઘણા નીચે આવી ગયા છે. ગયા વર્ષે આ યાદીમાં ત્રીજા નંબરે રહેનારા લક્ષ્મી મિત્તલ ૬ નંબર ખસકીને ૯મા નંબરે આવી ગયા છે. ફોર્બ્સ ઈન્ડિયા મુજબ, સ્ટીલની માંગ અને કિંમતોમાં ઘટાડાના કારણે આવું થયું છે. તેની સાથે જ ટાપ ૧૦માં ફરી એકવાર અઝીમ પ્રેમજી નથી.

દેશના ટાપ ૧૦ અમીરની યાદી જાઇએ તો ૧. મુકેશ અંબાણી: ૫૧૪૦ કરોડ ડાલર (લગભગ ૩.૬૪ લાખ કરોડ રૂપિયા),૨. ગૌતમ અદાણી: ૧૫૭૦ કરોડ ડાલર (લગભગ ૧.૧૧ લાખ કરોડ રૂપિયા),૩. હિન્દુજા બ્રધર્સ: ૧૫૬૦ કરોડ ડાલર (લગભગ ૧.૧૦ લાખ કરોડ રૂપિયા),૪. પી. મિસ્ત્રી: ૧૫૦૦ કરોડ ડાલર (લગભગ ૧.૦૬ લાખ કરોડ રૂપિયા),૫. ઉદય કોટક: ૧૪૮૦ કરોડ ડાલર (લગભગ ૧.૦૫ લાખ કરોડ રૂપિયા),૬. શિવ નાડર: ૧૪૪૦ કરોડ ડાલર (લગભગ ૧.૦૨ લાખ કરોડ રૂપિયા),૭. રાધાકૃષ્ણન દમાણી: ૧૪૩૦ કરોડ ડાલર (લગભગ ૧.૦૧ લાખ કરોડ રૂપિયા),૮. ગોદરેજ પરિવાર: ૧૨૦૦ કરોડ ડાલર (લગભગ ૮૫,૨૦૦ કરોડ રૂપિયા),૯. લક્ષ્મી મિત્તલ: ૧૦૫૦ કરોડ ડાલર (લગભગ ૭૪,૫૦૦ કરોડ રૂપિયા),૧૦. કુમાર મંગલમ બિરલા: ૯૬૦ કરોડ ડાલર (લગભગ ૬૮,૧૬૦ કરોડ રૂપિયા)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.