Western Times News

Gujarati News

ચીનમાં બે વર્ષમાં કોરોનાના સૌથી વધુ કેસ, ૧૦ શહેરોમાં લોકડાઉન

બીજીંગ, ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. મંગળવારે ચીનમાં કોરોનાના ૫,૨૮૦ નવા કેસ નોંધાયા હતા. ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું કે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં આ સૌથી વધુ દૈનિક કેસ છે.  રાષ્ટ્રીય આંકડામાં વધારો ઓમિક્રોનના ફેલાવાને કારણે છે. તેમાંથી, જિલિનના ઉત્તરપૂર્વીય પ્રાંતમાં ૩,૦૦૦ થી વધુ કેસ થઈ ગયા છે.

જીલિન પ્રાંત કોરોનાને કારણે સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે. કોરોનાના કેસમાં થયેલા વધારાને કારણે ઓછામાં ઓછા ૧૦ શહેરોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. આમાં શેંગેન શહેરનો સમાવેશ થાય છે જે એક ટેક હબ બની ગયું છે, જ્યાં ૧૭ મિલિયન લોકોના ઘર છે.

દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ વહીવટીતંત્રની ચિંતા વધારી દીધી છે. જેના કારણે અધિકારીઓ દ્વારા અનેક સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે.

આમાં શાંઘાઈમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને પૂર્વોત્તરના ઘણા શહેરો લોકડાઉન હેઠળ છે.ચીનમાં કેસ વધ્યા બાદ જીલિન શહેરમાં એક અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. આ કામચલાઉ સુવિધા છ દિવસમાં ઉપયોગ માટે તૈયાર થઈ જશે. આમાં ૬,૦૦૦ બેડની સુવિધા કરાશે.

ઉપરાંત આ વિસ્તારમાં ૧૨ માર્ચ સુધી ત્રણ હંગામી હોસ્પિટલો બનાવવામાં આવી છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે મોટા પાયે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને જિલિનમાં લોકોએ અત્યાર સુધીમાં છ રાઉન્ડ તપાસ પૂર્ણ કરી છે. સત્તાવાળાઓએ જિલિન હેઠળના સિપિંગ અને દુનહુઆના નાના નગરોમાં પણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના વાયરસના કુલ ૨૫૬૮ નવા કેસ નોંધાયા છે. ગઈકાલે નોંધાયેલા કેસો કરતાં આ ૨.૫ ટકા વધુ છે. આ

સાથે દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૪ કરોડ ૨૯ લાખ ૯૬ હજાર ૬૨ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કુલ ૯૭ કોવિડથી લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ ૫ લાખ ૧૫ હજાર ૯૭૪ લોકોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર અત્યારે સમગ્ર દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને ૪૦ હજારથી ઓછી થઈ ગઈ છે. ૩૩, ૯૧૭ સક્રિય કેસ નોંધાયા છે. રિકવરી રેટ વધીને ૯૮.૭૨ ટકા થઈ ગયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.