Western Times News

Gujarati News

પંજાબમાં આકરી હાર બાદ સિધ્ધૂએ આપ્યું રાજીનામું

ચંદીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની આકરી હાર બાદ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજાેત સિંહ સિધ્ધૂએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પંજાબ કોંગ્રેસના પ્રમુખનું પદ સંભાળી રહેલા નવજાેત સિંહ સિધ્ધૂએ રાજીનામું આપવાની વાત કહી હતી. નવજાેત સિંહ સિધ્ધૂએ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી દીધું છે.

આ વાતની જાણકારી તેમણે ટ્‌વીટ કરી અને પત્ર શેર કર્યો છે. પત્રમાં નવજાેત સિંહ સિધ્ધૂએ લખ્યું ‘હું પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપું છું’ તમને જણાવી દઇએ કે ૧૦ માર્ચના રોજ જાહેર ૫ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આકરી હારનો સામનો કરવો પડ્યો.

ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે ૧૫ માર્ચના રોજ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષોને રાજીનામું આપવા માટે કહ્યું હતું. સોનિયા ગાંધીના આદેશ બાદ મંગળવારે જ ઉત્તરાખંડૅ કોંગ્રેસ અધ્યક્ષ ગણેશ ગોદિયલ અને યૂપી કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ રાજીનામું આપ્યું હતું.

આપની લહેરમાં ઘના દિગ્ગજાેને હારનો સામનો કરવો પડ્યો અને નવજાેત સિંહ સિધ્ધૂ તથા મુખ્યમંત્રી ચરણજીત સિંહ પોતાની સીટ બચાવી શક્ય નહી. અમૃતસર પૂર્વથી નવજાેત સિંહ સિધ્ધૂ અને વિક્રમ મજેઠિયાને હારનો સામનો કરવો પડ્યો, જેમણે આપની જીતનજાેત કૌરે માત આપી હતી. આ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ચનકૌર સાહિબ અને ભદૌર બંને વિધાનસભા સીટ પરથી હારી ગયા. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રીઓ પ્રકાશ સિંહ બાદલ અને અમરિંદર સિંહને પણ હારનો સામનો કરવો પડ્યો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.