Western Times News

Gujarati News

હાઈકોર્ટનો ચુકાદો ધાર્મિક આઝાદીને બચાવવામાં નિષ્ફળ

ઈસ્લામાબાદ, કર્ણાટક હાઈકોર્ટ દ્વારા હિઝાબ મુસ્લિમ ધર્મનો અનિવાર્ય ભાગ ના હોવાનો ચુકાદો આપ્યા બાદ ફરી એકવાર આ મામલો ચગ્યો છે. હવે હાઈકોર્ટે શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ સંબંધી ચૂકાદો આપ્યો તે અંગે પાકિસ્તાને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પોતાના દેશને સંભાળવામાં નિષ્ફળ સાબિત થઈ રહેલું પાકિસ્તાન હવે ભારતને સલાહો આપી રહ્યું છે.

પાકિસ્તાને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ નહીં પહેરવાનો ચુકાદો આપતા પાકિસ્તાને ચિંતા વ્યક્ત કરીને દાવો કર્યો છે કે આ ચુકાદો ધાર્મિક રીત-રિવાજાેની સ્વતંત્રતા સિદ્ધાંત યથાવત રાખવામાં નિષ્ફળ સાબિત થયું છે અને તે માનવાધિકારનું અતિક્રમણ કરે છે.

કર્ણાટક હાઈકોર્ટે સ્કૂલમાં હિજાબ પહેરવાની મંજૂરી આપવાનો અનુરોધ કરતી ઉડુપી સ્થિતિ ગવર્મેન્ટ પ્રી-પુનિવર્સિટી ગર્લ્સ કૉલેજની મુસ્લિમ વિદ્યાર્થિનીઓના એક ગ્રુપે કરેલી અરજી મંગળવારે ફગાવી દીધી હતી અને કહ્યું કે હિજાબ પહેરવો ઈસ્લામ ધર્મમાં જરુરી ધાર્મિક પ્રથાનો ભાગ નથી.

ત્રણ જજાેની ખંડપીઠે કહ્યું કે સ્કૂલના યુનિફોર્મનો નિયમ યોગ્ય છે અને તે બંધારણીય સ્વીકૃત છે, જેનો વિદ્યાર્થિનીઓ વિરોધ ના કરી શકે. અરજદાર વિદ્યાર્થિઓએ મંગળવારના આદેશને બંધારણ વિરોધનો ગણાવ્યો અને કહ્યું કે તેમની કાયદાકીય લડાઈ યથાવત રહેશે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સ્પષ્ટ રીતે આ ચુકાદો ધાર્મિક રીત-રિવાજાેની સ્વતંત્રતાના સિદ્ધાંતને અક્ષિણ રાખવાામાં નિષ્ફળ થયું છે અને તે માનવાધિકારનું અતિક્રમણ કરે છે.” તેમણે કહ્યું, “આ ર્નિણય નિરંતર ચાલતા મુસ્લિમ વિરોધી અભિયાનમાં વધુ એક ઉમેરાયાનું પ્રતિક છે, કારણ કે આ અભિયાન હેઠળ મુસ્લિમોને નિશાન બનાવવા માટે ધર્મનિરપેક્ષતાનો ઉપયગો કરાઈ રહ્યો છે.

આ નેતાએ એવો પણ દાવો કર્યો કે ભારત પોતાની ધર્મનિરપેક્ષતાની ઓળખ ગુમાવી રહ્યું છે જે તેમના લઘુમતી માટે ઘાતક છે. પાકિસ્તાને ભારત સરકારને લઘુમતી ખાસ કરીને મુસ્લિમોની તથા ધર્મનું પાલન કરવાના તેમના અધિકારની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.