Western Times News

Gujarati News

ઓફિસમાં બોરિયા-બિસ્તરા લઇને પહોંચ્યો કર્મચારી

નવી દિલ્હી, આ દુનિયામાં એકથી એક ક્રિએટિવ લોકો છે. આ લોકોને બહું સારી રીતે ખબર છે કે લોકોની સામે પોતાની વાત કઇ રીતે રાખવી. તાજેતરમાં જ એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો અપલોડ કર્યો છે, જેમાં તે પોતાના બોરિયા-બિસ્તરા બાંધીને પોતાની ઓફિસની કેબિનમાં શિફ્ટ થઇ રહ્યો છે. આ કરવા પાછળ આ યુવકે એક રસપ્રદ તર્ક પણ શેર કર્યુ છે.

કોરોનાવાયરસ મહામારી પછી, સમગ્ર વિશ્વમાં લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી અને તેમને રહેવા-ખાવાના પણ ફાંફા પડી ગયા. આ દરમિયાન ઈન્ટરનેટ પર ઘણા લોકોએ કંપનીઓ દ્વારા આપવામાં આવતા ઓછા પગારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જેમની વાત ન સાંભળવામાં આવી, તેઓએ વિરોધ કરવાની વિચિત્ર રીત અપનાવી. આવા જ એક ઉશ્કેરાયેલા કર્મચારીએ ઓછા પગારના વિરોધમાં ઓફિસમાં ગાદલા પાથરી દીધા.

TIKTOK પર પોતાનો વીડિયો અપલોડ કરતી વખતે વ્યક્તિએ તેનું નામ સિમોન આપ્યું છે. વીડિયોમાં, સિમોન તેની આવશ્યક ચીજવસ્તુઓ અને બેડ સાથે ઓફિસ કેબિનમાં શિફ્ટ થતો જાેવા મળે છે. તે કહે છે કે તે તેની તમામ વસ્તુઓ સાથે અહીં રહેવા આવ્યો છે કારણ કે તેને ઓફિસમાંથી ઘરનું ભાડું ચૂકવવા માટે પૂરતો પગાર મળતો નથી.

તેમના મોટાભાગના સાથીદારો ઘરેથી કામ કરવાને કારણે ઓફિસમાં આવતા નથી, તેથી તેમને રહેવા માટે પૂરતી જગ્યા મળી છે. સિમોનના આ વીડિયોને લાખો લોકોએ જાેયો છે અને તેઓ દરરોજ અપડેટ પણ આપતા રહે છે.

તે પોતાના ફોલોવર્સને તેના ખાવા-પીવા અને કપડાંની વ્યવસ્થા કરવા વિશે કહે છે. તે એમ પણ કહે છે કે મોટાભાગની કોર્પોરેટ ઓફિસોમાં કેમેરા નથી, તેથી સિક્યુરીટી તેમને પકડી શકતી નથી. એ અલગ વાત છે કે તેનું આ ડ્રામા માત્ર ૪ દિવસ ચાલ્યું અને FBએ તેને સોશિયલ મીડિયા પરથી ક્લિપ્સ હટાવવાનું કહ્યું. જાે કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે તેની નોકરી બચી ગઈ કે નહીં, પરંતુ લોકોએ આ આઈડિયાનો ભરપૂર આનંદ લીધો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.