Western Times News

Gujarati News

રાજેશ (કામના પાઠક) અને બિમલેશ (સપના)ને ગુંડાઓ ઘેરી લે છે ત્યારે….

દિલચસ્પ પરિસ્થિતિઓ હેઠળ પસાર થશે &ટીવીનાં કિરદાર!

આ સપ્તાહમાં એન્ડટીવીના પાત્રોની પડકારજનક સંજોગોમાં કસોટી થવાની છે. તેમાં બાલ શિવ, ભાભીજી ઘર પર હૈ, ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ? અને હપ્પુ કી ઉલટ પલટન શોનો સમાવેશ થાય છે. આ સ્થિતિમાંથી પાત્રો કઈ રીતે બહાર આવશે તે જોવાનું દર્શકો માટે રસપ્રદ બની રહેશે.

એન્ડટીવી પર બાલ શિવમાં શિવ્યા પઠાણિયા ઉર્ફે દેવી પાર્વતી કહે છે, “દેવી પાર્વતી દુઃખી છે, કારણ કે બાલ શિવ (આન તિવારી) કૈલાશમાંથી પાછો આવે છે અને મહાસતી અનુસૂયા (મૌલી ગાંગુલી)ને તારકાસુર (કપિલ નિર્મલ)થી બચાવવા માટે પાતાલલોકમાં પ્રવેશ કરે છે. પાર્વતી અંતરધ્યાનમાં જતી રહે છે અને બાલ શિવ તેને શોધી નહીં શકતાં ઉદાસ છે.

દરમિયાન અજમુખી (સૃષ્ટિ મહેશ્વરી) વાંસળીવાદનના લયથી ગુરુકુલના બાળકો પર હુમલો કરે છે અને તેમને ટેકરી પર લઈ જાય છે. રિશી અત્રી (સંદીપ મોહન) તેને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ અજમુખી તેને ઘાયલ કરે છે અને તેને તેના પુત્રને બોલાવવા પૂછે છે. મહાસતી અનુસૂયાનો ખતરો મહેસૂસ થાય છે અને બાલ શિવને જઈને તેનું રક્ષણ કરવા વિનંતી કરે છે.

બાલ શિવ ડમરૂ વગાડીને ચમત્કારી વાંસળીનો ધ્વનિ નિષ્પક્ષ કરે છે અને તેમને બચાવે છે. બાલ શિવને પાર્વતીની ખોટ સાલે છે. તે પણ અંતરધ્યાનમાં જાય છે અને અમરનાથ ગુફામાં પોતાને પામે છે. તે દેવી પાર્વતીને પાછી લાવવા માટે પરવાનગી મેળવવા પોતાની માતા પાસે જાય છે. શું અનુસૂયા તેને પરવાનગી આપશે?”

એન્ડટીવી પર ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?માં પવન સિંહ (મિરઝા) કહે છે, “સંચાલકો તરીકે અધ્યક્ષનો હિસ્સો બનવા માટે મિશ્રા (અંબરીશ બોબી) અને મિરઝા (પવન સિંહ)ને હોળીની ઉજવણી કરવાની યોજના બનાવવાનું કામ સોંપવામાં આવે છે. જોકે બંને મિરઝાનું નાનું ચિત્ર છાપવા માટે દલીલો કરે છે અને ત્યાર પછી તેમના પદ પરથી રાજીનામું આપે છે,

જેને લઈ બધા જ હોળીની ઉજવણીની યોજના બાબતે ઘોંચમાં મુકાઈ જાય છે. આથી ક્રોધિત તેમની સંબંધિત પત્નીઓ, સકિના (આકાંક્ષા શર્મા) અને શાંતિ (ફરહાના ફાતેમા) તેમને પાઠ ભણાવવાનું નક્કી કરે છે. જોકે સકિના અને શાંતિ મિશ્રા અને મિરઝાને અમુક ભાન કરાવી શકે છે કે નહીં થવા તેઓ પોતાની હરકત ચાલુ રાખશે તે જોવું રહ્યું?”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં યોગેશ ત્રિપાઠી (હપ્પુ સિંહ) કહે છે, “કુંડલી પંડિતજી મલાયકા (જસનીત કૌર કાંત)માં આક્રમકતા હોવાથી ભરપૂર પીડા ભોગવશે એવું ભવિષ્ય ભાંખે છે, જેથી હપ્પુ ચિંતિત થાય છે. જોકે મલાયકા બદલવા માગતી નથી અને હોસ્પિટલ સંકુલમાં સતત હોર્ન વગાડવા માટે કમિશનરનો ભત્રીજો (કિશોર ભાનુશાલી) રોકીને ફટકારે છે.

રોકી હપ્પુને ફરિયાદ કરે છે અને મલાયકાને તેમની આક્રમકતા રોકવા વચન લેવા કહે છે. યોગાનુયોગ રાજેશ (કામના પાઠક) અને બિમલેશ (સપના સિકરવાર)ને ગુંડાઓ ઘેરે છે ત્યારે મલાયકા, હૃતિક, ચમચી અને રણબીર તેમના બચાવમાં આવે છે. જોકે મલાયકા આક્રમકતાનો ઉપયોગ કર્યા વિના આ સ્થિતિને કઈ રીતે પહોંચી વળવું તે બાબતે અવઢવમાં છે. મલાયકા આ મામલો કઈ રીતે ઉકેલશે?”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં રોહિતાશ ગૌર (મનમોહન તિવારી) કહે છે, “અનોખે લાલ સકસેના (સાનંદ વર્મા)નું બે જોડિયા ભાઈઓ ચુસ્તારે દ્વારા અપહરણ કરવામાં આવે છે અને કોઈ વાકેફ નથી. ચુસ્તારે ક્રૂર છે અને મોડર્ન કોલોનીમાં દરેકનું જીવન મુશ્કેલ બનાવે છે.

અમ્મા (સોમા રાઠોડ) તિવારી અને અંગૂરી (શુભાંગી અત્રે)ને એવી સલાહ આપે છે કે તેમની રોમેન્ટિક જીવન બહેતર બનાવવા માટે મોટા બાળકોને દત્તક લેવાની સલાહ આપે છે. તિવારી ચુસ્તારેને દત્તક લે છે, જેને માટે તે રૂ. 1 લાખ લે છે. આ પછી ચુસ્તારે રુસા (ચારૂલ મલિક)ને પોતાની પ્રેમજાળમાં સપડાવે ચે અને દરેકને તેમની સગાઈ માટે સમજાવે છે. સક્સેના શું કરશે? શું તે ચુસ્તારે અને તેના હેતુને ખુલ્લા પાડી શકશે?”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.