Western Times News

Gujarati News

ભારત રશિયા સાથે ડીલ કરે છે તો અમારા પ્રતિબંધોનું ઉલ્લંઘન નથી: અમેરિકા

વોશિગ્ટન, રુસો-યુક્રેન યુદ્ધની વચ્ચે લાદવામાં આવેલા પ્રતિબંધો બાદ રશિયાએ ભારતને રાહત દરે ક્રૂડ ઓઈલની ઓફર કરી છે. ભારત હજુ પણ આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે, પરંતુ તે પહેલા દુનિયાની નજર ભારતના સ્ટેન્ડ પર મંડાયેલી છે. અમેરિકાનું કહેવું છે કે જાે ભારત આ પ્રસ્તાવને સ્વીકારે છે તો તે અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન નહીં ગણાય. જાે કે, આ ડીલ ચોક્કસપણે ભારતને ખોટા પક્ષને સમર્થન આપતું ગણાશે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ કહ્યું, “મને નથી લાગતું કે આ સોદો યુએસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરશે.” પરંતુ, આજના સમયના ઈતિહાસના પુસ્તકો લખાયા ત્યારે તમે ક્યાં ઊભા હતા એ આપણે યાદ રાખવાનું છે. સાકીએ કહ્યું કે કોઈપણ દેશ માટે અમારો સંદેશ છે કે અમે જે પ્રતિબંધોની ભલામણ કરી છે તેનું પાલન કરો.

ભારતે એ સુનિશ્ચિત કરવું જાેઈએ કે તે રશિયન આક્રમણને સમર્થન ન આપેભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રી ડૉ. અમી બેરાએ પણ એવા અહેવાલો પર નિરાશા વ્યક્ત કરી છે કે ભારત રશિયાના ભારે ડિસ્કાઉન્ટેડ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.

બેરાએ કહ્યું કે ઈતિહાસ જાેશે કે યુક્રેનના આક્રમણ સામે વિશ્વ તેના સમર્થનમાં ઉભું હતું, તો તમે રશિયા સાથે રહેવાનું પસંદ કર્યું. તેમણે કહ્યું કે વિશ્વના સૌથી મોટા લોકતંત્ર અને ક્વોડ લીડર તરીકે ભારતની જવાબદારી છે કે તે સુનિશ્ચિત કરે કે તે પુતિન અને તેની આક્રમકતાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન ન આપે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.