Western Times News

Gujarati News

કચ્છી કલાકારને મહિલાએ ઘરે બોલાવી ચામાં નશાની દવા પીવડાવી, નગ્ન હાલતમાં વીડિયો ઉતારી બ્લેકમેલ કર્યો

ભુજ, ગઈકાલે સાંજે સામે આવેલી સનસનીખેજ કચ્છી ગાયકની વીડિયો ક્લીપ બાદ સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ઘટના અંગે અંતે પીડિત કલાકાર દ્વારા લેભાગુ તત્વો સામે પૈસા પડાવી લેવા અને બ્લેકમેલ કરવાની ફરિયાદ ભુજ બી ડિવિઝન મથકે નોંધાવી છે. જેમાં ભુજની એક મહિલા સહિત બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કલાકારને ગયા મહિનાની તા. ૨૦ના રોજ ભુજના અંજલિ નગર -૨માં રહેતી નઝમાં જુશબ લંઘાએ કામના બહાને પોતાના ઘરે બોલાવી નશા વાળી ચા પીવડાવી હતી.

ત્યારબાદ ફરિયાદી ભાનમાં આવતા નવી દુધઈ પાસેના નવગામનો આરોપી ઓસમાણ ગની મિયાણા અને તેની સાથેનો અન્ય એક અજાણ્યો ઇસમ તેની સામે આવી ગયા હતા અને પોલીસમાંથી આવીએ છીએ તેમ જણાવી રૂ. ૧૨ હજાર પડાવી લીધા હતા અને પીલીસનો ભય બતાવી વધુ નાણાંની માગ કરી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. જાેકે, ત્યારબાદ વીડિયો વાયરલ પણ કર્યો હતો.

આ વિશે ફરિયાદી સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ૪ દાયકા જેટલા સમયમાં અનેક કાર્યક્રમો કર્યા છે. ક્યારેય કોઈ સાથે વેર બંધાયું નથી. આ કેસની આરોપી નઝમાંનો પતિ ૧૫થી ૨૦ વર્ષ સુધી મારી સાથે ઢોલક વગાડતો હતો. આંગળી કામ કરતી બંધ થતાં કામ મૂકી દીધું તેથી તેમના પરિવાર સાથે જૂનો નાતો હોવાથી મને બોલાવતા ઘરે ગયો હતો. બાદમાં આ પ્રકારે ફસાવી પોલીસની બીક બતાવી રૂ. ૨૫ લાખની માંગણી કરી હતી. મેં કહ્યું હતું કે, મારી પાસે ૨૫ પૈસા પણ નથી તેમ છતાં વારંવારની માંગણી ચાલુ રાખી હતી.

જે ના સ્વીકારતા ખોટી રીતે રેકોર્ડ કરેલો વીડિયો વાઇરલ કરી દીધો હતો. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ બહુ મોટી ગેંગ છે જે આ રીતે લોકોને લલચાવીને હેરાન કરે છે. તેથી મેં મારી આબરૂની ફીકર કર્યા વગર અન્ય લોકોના બચાવ માટે આગળ આવી ફરિયાદ લખાવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.