Western Times News

Gujarati News

લગ્ન થાય તે માટે બલિ આપવા બાળકીનું અપહરણ કરનાર જબ્બે

નોઈડા, દિલ્હી નજીક નોઈડાના સેક્ટર ૬૩માં એક તાંત્રિકના કહેવા પર હોળીના શુભ મૂહૂર્ત પર દેવતાઓને ખુશ કરવા માટે એક વ્યક્તિએ બાળકીનું અપહરણ કર્યું હતું જેથી તે તેની બલિ આપી શકે. આરોપીએ તેમના લગ્ન જલ્દી થઈ જાય તેના માટે આ બધું કર્યું હતું.

જાેકે, પોલીસની સક્રિયતાના કારણે બલિદાન માટે અપહરણ કરાયેલી બાળકી બાગપતમાંથી મળી આવી હતી. આ કેસમાં અપહરણકર્તા સોનુ અને ગુનામાં સામેલ તેના બનેવી નીટૂની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ તાંત્રિક સહિત અન્ય ત્રણ આરોપીઓની શોધમાં પોલીસની ટીમો દરોડા પાડી રહી છે. આરોપિયોને પકડનાર અને બાળકીને સલામત શોધનાર ટીમને પોલીસ કમિશ્નર આલોક સિંહે ૫૦ હજારનું ઈનામ આપ્યું હતું.

આરોપી સોનૂ વાલ્મિકી અને નીટૂ વાલ્મિકીએ ૭ વર્ષની માસૂમનું અપહરણ બલિ આપવા માટે કર્યું હતું. નોઈડા સેન્ટ્રલ ડીસીપી હરીશ ચંદરે જણાવ્યું હતું કે, રવિવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ માસૂમ બાળકી છિઝરસી ગામમાં તેના ઘરની બહાર રમી રહી હતી અને ત્યાંથી તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ફરિયાદ મળ્યા બાદ પોલીસે ચાર ટીમો બનાવી હતી. લગભગ ૨૦૦ લોકો સાથે વાત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા હતા.

નોઈડા સેન્ટ્રલ ડીસીપી હરીશ ચંદરના જણાવ્યા પ્રમાણે સીસીટીવી ફૂટેજમાં આરોપી વ્યક્તિ છોકરીને પોતાની સાથે લઈ જતો જાેવા મળ્યો હતો. આરોપી પીડિતાના ઘરથી ૧૦૦ મીટર દૂર રહેતો હતો.

આરોપીઓની ઓળખ સોનૂ પુત્ર જગપાલ નિવાસી ગામ બલેની અને નીટૂ પુત્ર વિજા નિવાસી ગામ કિશનપુર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સોનુ યુવતી સાથે ખામપુર, બાગપત તેની બહેનના ઘરે ગયો હતો. બાળકીને ત્યાંથી જ સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.