Western Times News

Gujarati News

રાજ્યમાં હજુ કેટલાક દિવસ કાળઝાળ ગરમી અનુભવાશે

અમદાવાદ, આ વર્ષે રાજ્યમાં પડી રહેલી ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે. ૨૦ વર્ષ બાદ અમદાવાદમાં માર્ચ મહિનામાં લૂનો અનુભવ થઈ રહ્યો છે. મંગળવારે ઉત્તરથી ઉત્તર-પશ્ચિમના સુકા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજયના ૧૦ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પાર કરી ગયો.

અમદાવાદમાં ૨૦ વર્ષમાં પ્રથમવાર ૧૫ માર્ચ સુધીમાં ૪૧.૫ ડિગ્રી રેકોર્ડબ્રેક ગરમી નોંધાઇ છે. તો સુરેન્દ્રનગરમાં રાજ્યમાં સૌથી વધુ ૪૧.૭ ડિગ્રી તાપમાન નોંધાયું. તો બીજા ક્રમે અમદાવાદ રહ્યું. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ૫ વર્ષમાં ચોથી વખત માર્ચમાં હીટવેવ નોંધાયું છે. ૧૮ માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં હીટવેવનું જાેર યથાવત રહેશે તેવુ હવામાન એક્સપર્ટસનું કહેવું છે.

અમદાવાદમાં મોટાભાગે ૨૫ માર્ચ પછી ગરમીનો પારો ૪૧ ડિગ્રીની આસપાસ પહોંચતો હોય છે, પરંતુ તેને બદલે ૧૫ માર્ચ સુધીમાં રેકોર્ડબ્રેક ૪૧.૫ ડિગ્રી ગરમી નોંધાઇ હોય તેવી ૨૦ વર્ષમાં પ્રથમવાર બન્યું છે.

રાજ્યભરમાં હોળી-ધુળેટી પહેલા જ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હિટવેવની અસર જાેવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં હિટવેવની અસર વર્તાઈ રહી છે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તદુપરાંત અમદાવાદમાં પણ હિટવેવની અસર થઈ રહી છે. કાળઝાળ ગરમીની આ સ્થિતિમાં શુ કાળજી રાખવી જાેઈએ એ અંગે ડો. પ્રવીણ ગર્ગે કહ્યું કે ખાસ તો જે લોકો કોરોનાથી ઇફેકટેડ થયા છે, એવા કેટલાય લોકો કોરોનાથી સાજા થયા બાદ હજુ પણ સંપૂર્ણ સ્વસ્થ નથી થયા તેવુ સમજવુ. કોરોના બાદ અનેક લોકો હજી પણ નબળાઈ અનુભવી રહ્યા છે, કેટલાય લોકોમાં ફેફસા સંદર્ભે કેટલીક સમસ્યા હજુ પણ યથાવત છે. કોવિડથી જે સાજા થયા છે અને જેઓને અન્ય બીમારી છે, એવા તમામ લોકોએ હિટવેવથી બચવું જરૂરી છે.

તેમણે કહ્યુ કે, ગરમી ૪૦ ડિગ્રીને પાર થાય એવામાં ફૂલ કોટનના કપડાં લોકો પહેરે, બિનજરૂરી બપોરે ઘરથી બહાર નીકળવું લોકો ટાળે. સાયકલિંગ કરતા હોય એમણે એકસાથે જ લાંબા અંતર સુધી સાયકલિંગ કરવાનું ટાળવું જાેઈએ. ડિ-હાઇડ્રેશનની સમસ્યા ના થાય એટલે વધુમાં વધુ લોકો લિક્વીડનો ઉપયોગ કરે.

લીંબુનું શરબત, ઓઆરએસ, સિકંજી, નારિયેળના પાણીનું સેવન હિતાવહ છે. ગરમીમાં ચક્કર આવવા, ગભરામણ થવી, બ્લડ પ્રેશર ઘટી જવું, ખેંચ આવવી, ધબકારા વધી જાય, પેશાબ થવાની સમસ્યા થતી જાેવા મળે છે. કો-મોર્બિટ વર્ગના તમામે ગરમી સામે સાવચેત રહેવાની જરૂર છે. ડાયાબીટીસ, બીપી, હાર્ટ અને કિડનીની સમસ્યા હોય એમણે સાવચેત રહેવું જાેઈએ.

ઉલ્લેખનીય છે કે, હજુ ચાર દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરાઈ છે. કચ્છમાં ૨૪ કલાક એક્સ્ટ્રીમ હીટવેવ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ કાળઝાળ ગરમી પડશે. આવામાં દરેકે ઘરની બહાર તકેદારી સાથે નીકળવું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.