Western Times News

Gujarati News

લદ્દાખથી જાપાન સુધી ધરતી હચમચી, ટોક્યોમાં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપ

નવીદિલ્હી, લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૨ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લદ્દાખમાં મોડી સાંજે ૭.૦૫ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ચાર લોકોના મોત નિપજયા છે અને સુનામીની જાહેરાત કરવામાં આવી છે હાલમાં, આ ભૂકંપના આફ્ટરશોક્સમાં કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી. જાે કે લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.

સ્થાનિક હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપની ઊંડાઈ ૧૧૦ કિમી, રેખાંશ ૭૫.૧૮ પૂર્વ અને અક્ષાંશ ૩૬.૦૧ ઉત્તરમાં હતી.
જાપાનમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૭.૩ હતી. ભૂકંપના આંચકા સાથે જાપાનમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, બુધવારે રાત્રે લગભગ ૮ઃ૦૬ કલાકે જાપાનના ટોક્યોથી ૨૯૭ કિમી ઉત્તરપૂર્વમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી, એએફપી ન્યૂઝ એજન્સીએ ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપનીને ટાંકીને કહ્યું કે આ પછી લગભગ ૨૦ લાખ ઘરોની વીજળી જતી રહી છે.જેથી અનેક લોકો અંધારામાં છે.

તમને જણાવી દઈએ કે પૃથ્વીની અંદર ૭ પ્લેટ્‌સ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો વધુ અથડાય છે, તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે, પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે વધુ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢે છે અને વિક્ષેપ પછી ભૂકંપના આંચકા અનુભવાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.