Western Times News

Gujarati News

આઈટેલે 6.6 ઈંચ HD+ વોટરડ્રોપ ડિસ્પ્લે ધરાવતો સ્માર્ટફોન એ49 લોન્ચ કર્યો

ઓલરાઉન્ડર આઈટેલ એ49 એકમાત્ર એવો સ્માર્ટફોન છે જે માત્ર રૂ. 6499ની કિંમતે સુપર બિગ 6.6 ઈંચ એચડીપ્લસ વોટરડ્રોપ ડિસ્પ્લે, દમદાર 4000 એમએએચ બેટરી, એઆઈ પાવર માસ્ટર સાથે મલ્ટી-ફિચર ફિંગરપ્રિન્ટ સેન્સર જેવી સુવિધાઓ આપે છે

નવી દિલ્હી,  ભારતની સૌથી ભરોસાપાત્ર બ્રાન્ડ અને રૂ. 7,000થી ઓછી કિંમતવાળા સેગમેન્ટમાં સ્માર્ટફોન લીડર આઈટેલે એક નવા યુગનો ડિસરપ્ટર આઈટેલ એ49 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ભારતમાં આઈટેલની એ સિરીઝ ખૂબ જ સફળ રહી છે. આઈટેલ એ47 અને એ48 લોન્ચ કર્યા બાદ હવે પ્રિમિયમ અફોર્ડેબિલિટી સેગમેન્ટની નવી વ્યાખ્યા રજૂ કરવા લાવી છે

એ49 જેમાં છે સુપર બિગ 6.6 ઈંચ એચડીપ્લસ આઈપીએસ વોટરડ્રોપ ડિસ્પ્લે અને દમદાર 4,000 એમએએચની લિ-પોલીમર ઈનબિલ્ટ બેટરી. ટેક્નોલોજીનું લોકશાહીકરણ કરવાના ધ્યેય સાથે આઈટેલે અપેક્ષાઓથી પણ વધુ શ્રેષ્ઠ કામગીરી દર્શાવી છે અને ઉત્તમ બજેટ સ્માર્ટફોન આપ્યા છે.

રૂ. 6,499ની ખૂબ જ આકર્ષક કિંમત સાથે એ49નું ઈવોલ્યુશનરી અપગ્રેડ સામાન્ય લોકો માટે ટેક્નોલોજીનું લોકશાહીકરણ અને કિફાયતી દરે ગ્રાહકોને સ્માર્ટફોનનું અનુભવ કરાવવાની અમારી વિરાસતને આગળ વધારી રહ્યું છે. ભવિષ્યનો આ સ્માર્ટફોન ભારતનો સૌથી સસ્તો 2જીબી એચડીપ્લસ વોટરડ્રોપ ડિસ્પ્લે સ્માર્ટફોન છે

જે પાવરપેક્ડ ફિચર્સ રજૂ કરે છે જેમ કે દમદાર ઈનબિલ્ટ લિથિયમ પોલિમર બેટરી, એડવાન્સ્ડ ડ્યુઅલ સિક્યોરિટી ફિચર, હાઈ કેપેસિટી સ્ટોરેજ, એઆઈ ડ્યુઅલ કેમેરા સાથે ઉત્તમ ફોટોગ્રાફી અને બીજા અનેક ફિચર્સ જે ગ્રાહકોની ડિજિટલ જરૂરિયાતોને પૂરી કરે છે પછી તે અભ્યાસ હોય, બિંજ વોચીંગ હોય કે મનોરંજન.

આ લોન્ચ અંગે ટ્રાંસિયન ઈન્ડિયાના સીઈઓ શ્રી અરિજિત તાલાપાત્રાએ જણાવ્યુ હતું કે આઈટેલે રૂ. 7,000થી ઓછી કિંમતના સેગમેન્ટમાં પોતાના માટે ખાસ જગ્યા બનાવી છે અને સકારાત્મક વૃદ્ધિની આ ગતિ લોકો માટે પ્રતિબદ્ધતાના કારણે વધી છે કારણ કે કંપનીએ લોકોને પોસાય તેવા દરે ઉચ્ચ ક્વોલિટીવાળી પ્રોડક્ટ્સ રજૂ કરી છે.

આઈટેલ એ49નું લોન્ચિંગ કિફાયતી દરે સ્માર્ટફોનનો શ્રેષ્ઠતમ અનુભવ પૂરો પાડવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આઈટેલ એ49 ઈન્ડસ્ટ્રી ડિસરપ્ટર છે, સેગમેન્ટમાં અગ્રણી ઉત્કૃષ્ટ ફિચર્સ ધરાવે છે.

અર્ધશહેરી અને ગ્રામીણ ગ્રાહકોની આકાંક્ષાઓને પૂરી કરતો આઈટેલ એ49 શાનદારી ફિચર્સથી ભરપૂર છે જે ગ્રાહકોને કિફાયતી કિંમતે ઓલરાઉન્ડ અનુભવ પૂરો પાડે છે. આ ઉપરાંત તેમાં નવીનતમ એન્ડ્રોઈડ 11 (ગો એડિશન) અને 1.4 જીએચઝેડ ક્વાડકોર પ્રોસેસર છે. મેમરી કન્ફિગરેશનની વાત કરીએ તો આ ફોન 2જીબી રેમ અને 32 જીબી રોમ ધરાવે છે અને તેની એક્સપાન્ડેબલ મેમરી 128જીબી સુધીની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.