Western Times News

Latest News from Gujarat India

માને ઓફિસમાં ભગતસિંહ-આંબેડકરની તસવીર લગાડી

ચંદિગઢ, ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો છે, તેમની સચિવાલયમાં આવેલી ઓફિસમાં દીવાલ બદલાયેલી લાગે છે. પંજાબના મુખ્યમંત્રીની ઓફિસની દીવાલ પર હવે માત્ર બે જ ફોટો જાેવા મળી રહ્યા છે, જેમાં પહેલી મહાન સ્વાતંત્ર સેનાની ભગતસિંહની છે અને બીજી દેશનું બંધારણ બનાવવામાં મહત્વનો ફાળો આપનારા ડૉક્ટર બાબસાહેબ આંબેડકરનો છે.

સામાન્ય રીતે મુખ્યમંત્રી કાર્યાલય, રાજ્યભવન સહિત અન્ય સરકારી ઓફિસમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની તસવીર લગાવવામાં આવતી હોય છે. જાેકે, તસવીરોને લઈને કોઈ બંધારણીય નિયમ નથી. માટે તસવીરો હટાવવા મુદ્દે ઘણી વખત આ મામલો કોર્ટ સુધી પહોંચી જતો હોય છે.

તાજા સમાચારનો સંદર્ભ લઈએ તો ભગવંત માન છે, પરંતુ અહીં અરવિંદ કેજરીવાલની પણ વાત કરી લઈએ. કેજરીવાલ દિલ્હીમાં સરકારમાં આવ્યા ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે દિલ્હીની ઓફિસોમાં ભગતસિંહ અને ડૉક્ટર આંબેડકર સિવાય કોઈની તસવીર નહીં લાગે, ખુદ મુખ્યમંત્રી કેજરીવાલની પણ નહીં.

ભગવંત માને પણ આ ડગલે ચાલવાનું નક્કી કર્યુ છે. આટલી વાત પરથી તમે એટલું તો સમજી જ ગયા હશો કે સરકારી ઓફિસોમાં કોની તસવીર લગાવવાની હોય છે, અહીં પણ રાજ્ય સરકાર જ નક્કી કરતી હોય છે, અહીં પણ કેન્દ્રની જેમ કોઈ નિયમ નથી હોતો, જેને રાષ્ટ્રીય સ્તર પર લાગુ કરવામાં આવશે. આવું એટલા માટે કેમ કે બંધારણમાં આવી કોઈ જાેગવાઈ નથી અને આવો કોઈ નિયમ સંસદ પાસે પણ નથી અને કેન્દ્ર પાસે પણ નથી.

એટલું સ્પષ્ટ થઈ ગયું છે કેન્દ્રીય નિયમના અભાવે રાજ્ય સરકારો ઓફિસમાં કઈ હસ્તીઓની તસવીર લગાવવી તે પોતે જ નક્કી કરતા હોય છે. માટે રાજ્ય સરકાર નિયમ બનાવે છે કે કઈ હસ્તીઓનું લિસ્ટ બનાવવામાં આવે. આમ સરકાર બદલાય તો નિયમ પણ બદલાઈ જતો હોય છે. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બનેલી એનડીએની કેન્દ્રીય સરકાર આવતા દેશમાં રાજકીય ધ્રૂવીકરણ બદલાયું છે.

સમયની સાથે કેન્દ્ર પર વિરોધીઓના આરોપો પણ વધવા લાગ્યા છે. હવે તેઓ જાેરશોરથી કહેવા લાગ્યા છે કે કેન્દ્ર સંઘવાદ પર પ્રહાર કરે છે કે જે બંધારણની મૂળ ભાવનાને ઠેસ પહોંચાડે છે. જ્યારે કેન્દ્ર રાજ્યો પર દેશહિતના મામલે રાજકારણ કરવાનો આરોપ લગાવે છે.

અહીં આ મુદ્દાની ચર્ચા એટલા માટે કરવામાં આવી કારણ કે તમે સમજી શકો કે રાજ્ય સરકાર પોતાના કાર્યાલયમાં કોની તસવીર લગાવવી અને કોની નહીં તેના માટે બંધાયેલા નથી.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers