Western Times News

Gujarati News

ચલણી નોટોનો દલ્લો જાહેર કરનારા મહેશ શાહનું નિધન

અમદાવાદ, વર્ષ ૨૦૧૬માં લાગુ કરવામાં આવેલ નોટબંધી સમયે અંદાજે રૂ. ૧૪,૦૦૦ કરોડની રોકડ રકમ જાહેર કરનાર કૌભાંડી મહેશ શાહનું અંતે નિધન થયું છે.

મળતા અહેવાલ પ્રમાણે બેનંબરી કુબેર મહેશ શાહનું ગુરૂવારે ૭૩ વર્ષની ઉંમરે અવસાન થયું છે. નોટબંધી સમયે શાહે ઈન્કમ ડિક્લેરેશન સ્કીમ(આઈડીએસ) હેઠળ ડિસેમ્બર ૨૦૧૬માં અમદાવાદના મહેશ શાહે રૂ.૧૩,૮૬૦ કરોડની બંધ કરવામાં આવેલ જુની રૂ. ૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણની નોટો રોકડમાં હોવાની કબૂલાત કરી હતી.

જાેકે આ મહાશયે નોટબંધી વખતે કાળા નાણાં પેટે આ રકમ જાહેર કર્યા બાદ પણ પૈસા જમા કરાવ્યા ન હતા અને રસપ્રદ છે કે તેમની સામે આવકવેરા વિભાગે કોઈ નક્કર કાર્યવાહી પણ નહોતી કરી.

નોટબંધી વખતે ગુજરાતના જ સુરતના ઉધનામાં ચા વેંચીને કરોડપતિ બનેલા ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાએ તેના સાથીઓ મારફતે કરોડો રૂપિયાની જૂની નોટો બદલીને મોટું કૌભાંડ આચર્યું હતુ. આઈટી વિભાગના દરોડામાં કરોડો રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીના, વાસણો પકડાયા હતા. તેના બેંક લોકર્સ પણ સિલ કરવામાં આવ્યા હતા અને રિકવરી માટે દાગીના, વાસણો અને મોંઘીદાટ ઘડિયાળ સહિતની વસ્તુઓની હરાજી કરવામાં આવી હતી. કિશોર ભજીયાવાલા, જીગ્નેશ ભજીયાવાલા, જાસ્મીન ભજીયાવાલા સહિત પરિવારના સભ્યોના નામે રહેલી મિલકતો જપ્ત કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.