Western Times News

Gujarati News

સગી૨ાને લગ્ન ક૨વાની લાલચ આપી દુષ્કર્મ ક૨ના૨ આરોપીને આજીવન કેદની સજા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) બનાવની હકીકત એવી છે કે , આરોપી જય ઉર્ફે સોનુ ગણપતભાઈ તળપદા , રહે . નડીઆદ , ઢેઢાવાડીયા , હરીઓમનગ ૨ પાસે , ચકલાસીભાગોળ નાઓએ તારીખઃ – ૧૭-૬-૨૦૨૧ નારોજ કલાક ૦૩–૦૦ વાગ્યાના સુમારે

મોજે નડીઆદ ફરીયાદીના રહેણાંકે થી આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરી ભોગ બનનાર ( ઉ.વ .૧૪ વર્ષ ૬ માસ ) નાની જે સગીર વયની હતી તેણીની રાત્રીના સમયે બાથરૂમ જવા માટે ઉઠી પોતાના ઘરની બહાર આવેલ બાથરૂમમાં જતાં આરોપીએ ભોગબનનારને બળજબરી પુર્વક બાથરૂમ આગળથી લઈ જઈ ભોગબનનારને

કરમસદ રેલ્વે સ્ટેશન ખાતે લઈ જઈ તેમજ અમદાવાદ તથા ઉત્તરસંડા લઈ જઈ તેણીની ઈચ્છા સંમતી વિના તેણીની સાથે બળાત્કાર શારીરીક સંભોગ કરેલ . આ બનાવની ફરીયાદ ભોગબનના ૨ ના પિતાએ નડીઆદ ટાઉન પોલીસમાં આપેલ . આ કામે પોલીસે ફરીયાદ લીધા બાદ આરોપી વિરુધ્ધ પુરાવો મળતાં ના.કોર્ટમાં ચાર્જશીટ ૨ જુ ક ૨ેલ . બનાવ બાદ ભોગબનનાર ખુબજ ડરી ગયેલ હોઈ ફરીયાદ સમયે ભોગબનનાર પોલીસ સમક્ષ વિશેષમાં બોલી શકેલ ન હતી .

પરંતુ ના.કોર્ટમાં ભોગબનનાર હાજર થતાં ભોગબનનારે પોતાની સાથે આરોપીએ જે દુષ્કૃત્ય આચર્યુ તે તમામ હકીકત જજ સાહેબને જણાવતાં કેસની કાર્યવાહી દરમ્યાન સરકારી વકીલ ધવલ આર.બારોટે આરોપી વિરુધ્ધ ચાર્જ અલ્ટર કરવા માટેની અરજી આપતાં જે ના.કોર્ટે તે ગ્રાહય રાખેલ .

સદર કેસ સ્પે.જજ શ્રી ડી.આર.ભટ્ટ સાહેબની કોર્ટમાં ચાલવા ઉપર આવતાં સ૨કા૨ ત૨ફે સરકારી વકીલશ્રી ધવલ આર.બારોટ હાજર થયેલા અને તેઓ ઘ્વા ૨ા સદર કામે ૧૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓ ૨ જુ થયેલા તેમજ ૧૨ જેટલા સાક્ષીઓ તપાસેલા . સદર કામે ફરીયાદી તથા ભોગબનનારે પ્રોસીકયુસનના કેસને સમર્થન કરેલ હતું .

ત્યારબાદ સદર કેસ દલીલના તબકકે આવતાં સ ૨ કા ૨ી વકીલ ધવલ આર બારોટ નાઓએ મુખ્ય દલીલો કરેલ કે ભોગબનનાર કુમળી વયની છે , અને તેણે ના.કોર્ટમાં નેચરલ કોર્સમાં જુબાની આપેલ છે જે ધ્યાને લેતાં આરોપી ઘ્વારા જે ગુનો આચરેલાનું સાબીત થાય છે .

જેથી આજરોજ સરકારી વકીલની દલીલોને ગ્રાહય રાખી ના.કોર્ટે આરોપીને નીચે મુજબની સજાઓ કરેલ છે . ( ૧ ) ઈ.પી.કો.કલમ ૩૬૩ ના ગુનામાં ૫ વર્ષની સખત કેદની સજા તથા રુા .૫,૦૦૦ દંડ ( ૨ ) ઈ.પી.કો.કલમ ૩૬૬ ના ગુનામાં ૫ વર્ષની સખત કેદની સજા તથા રૂા .૫,૦૦૦ દંડ ઈ.પી.કો.કલમ ૩૭૬ ( ૧ ) ના ગુનામાં આજીવન કેદની સજા તથા રુા .૧૦,૦૦૦ | – દંડ ( ૪ ) પોકસો એકટની કલમ ૩ ( એ ) તથા ૪ અન્વયે આજીવન કેદની સજા તથા રૂા .૧૦,૦૦૦ – દંડ ( ૫ ) પોકસો એકટની કલમ ૭,૧૮ ના ગુનામાં ૫ વર્ષની કેદની સજા તથા રૃા .૫,૦૦૦( ૩ ) આરોપીએ ભોગબનનારને .૫૦,૦૦૦ – વળતર ચુકવી આપવું .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.