Western Times News

Gujarati News

પ્રાથમિક શાળાના શિક્ષકે રાજ્યકક્ષાના ઈનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લીધો

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ,જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર દ્‌બારા ઇડર ખાતે તાજેતરમાં જ રાજ્યકક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ કાર્યક્રમ સંપન્ન થયો.

ઇનોવેશન ફેસ્ટિવલમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રાયસીંગપુરા પ્રાથમિક શાળાના શિક્ષક ઇનોવેટીવ મહેન્દ્રકુમાર ડાહ્યાભાઇ પરમારે પણ પોતાનું ઇનોવેશન ‘એકમના સરળીકરણ માટે વીડિયો અને ટેલિફોન દ્વારા એકમની પૂર્વભૂમિકા તેમજ એકમ સબંધી વિશેષ શિક્ષણ ભાગ-૨ રજૂ કરી પંચમહાલ જિલ્લાનું રાજ્યકક્ષાએ નામ રોશન કર્યું હતું.

આ ઇનોવેશનમાં જે તે એકમના લેખક કે કવિની એકમ સંદર્ભે વિડીઓ મુલાકાત બાળકો સમક્ષ સાક્ષાત રજુ કરીને શિક્ષણ કાર્યને સરળ બનાવવાની વાત મુખ્ય સ્થાને હતી, ત્યારે તેના અમલીકરણ બાદ તેની ફલશ્રુતિ ખૂબ સારી જાેઈ શકાતી હતી. રાજ્યના સ્તરે મુકાયેલી આ કૃતિ મુલાકાતી શિક્ષકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

સમગ્ર રાજ્યના ૧૫૮ જેટલા ઇનોવેટિવ શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં પંચમહાલ જિલ્લામાંથી સર્વ મહેન્દ્રકુમાર ડી પરમાર ( રાયસિંગપુરા- ગોધરા) સહિત પ્રવીણસિંહ ઝાલા (પાંચ પાથરા-ઘોઘંબા), હેત્તલબેન ઉપાધ્યાય ( વાઢી- મોરવા હળફ), ઈન્દ્રવદન એન પરમાર( ઉ. બુ. વિધાલય ડેમલી- શહેરા) રોનકકુમાર એ મકવાણા (નારાયણ હાઈસ્કૂલ તરખંડા-હાલોલ) શિક્ષકોએ ભાગ લઈ પોતાનું શિક્ષણ ક્ષેત્રનું સંશોધન રજૂ કર્યું હતું.

આ ફેસ્ટિવલમાં મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ફેસ્ટિવલમાં શાળાનું શિક્ષણ માત્ર વર્ગખંડ પૂરતું જ સિમિત ન રહે પરંતુ મૂલ્યવર્ધિત જ્ઞાન અપાય તે જરૂરી છે અને તે રીતે બાળકોમાં ગુણાત્મક શિક્ષણ અપાય જેથી જ્ઞાનની સીમાઓનો વિસ્તાર થાય તે હેતુ મુખ્ય હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.