Western Times News

Gujarati News

હોળી પર્વે ડાકોરમાં ૩ લાખથી વધુ શ્રદ્વાળુઓએ ઠાકોરજીના દર્શન કર્યા

ડાકોર, હોળીના પર્વે લાખો શ્રદ્વાળુઓ ઠાકોરજીના દર્શન કરવા સમગ્ર દેશમાંથી આવ્યા હતા, કોરોનાકાળ બાદ પહેલીવાર દર્શનનો લાભ મળી રહ્યો છે જેના લીધે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.યાત્રાધામ ડાકોરમાં ફાગમી પૂનમે પદયાત્રિકો મોટીસંખ્યામાં ઉમટી પડયા છે.

ડાકોરની ગલીઓ સાંકળી હોવાથી ભીડ ન થાય માટે અમદાવાદ તરફથી આવતાં પદયાત્રિકોને ગાયોના વાડા પાસે અટકાવ્યા તો કેટલાકને નગરપાલિકા પાસે અટકાવવામાં આવ્યા છે. ગુરૂવાર રાત્રિના ૧૦ વાગ્યા અરસામાં ડાકોર નગર ચોતરફથી પદયાત્રિકોથી ઘેરાયેલું જાેવા મળ્યું હતું.

પોલીસ તંત્ર દ્વારા ૧૨૦ બેરીકેટ અને ૪૪ આડબંધના સહારે યાત્રિકોને અટકાવવામાં આવી રહ્યાં છે. દર ૫ મિનિટે એક બેરીટેક ખોલીને ૧૫૦ની સંખ્યામાં યાત્રિકો મંદિર તરફ પ્રયાણ કરવામાં આવતું હોવતી મંદિર પરિસર નજીક ભીડ જાેવા મળી ન હતી.

ડાકોર દરવર્ષે ફાગણી પૂનમે ગુજરાતમાં થી ૩૫૦ વધુ સંધો આવે છે. આ વખતે ૩૦૦ સંધો શુક્રવાર સાંજ સુધી ડાકોર પહોંચી ગયા છે. હાલ તો ડાકોરની તમામ ધર્મશાળાઓ યાત્રિકોથી ફુલ જાેવા મળી રહી છે.

ફાગણી પૂનમે શુક્વારે સવારે ૪.૦૫ કલાકે મંગળાઆરતી દર્શન ખુલવાને છે.તેના દર્શન માટે શ્રધ્ધાળુઓ ઘેલા બન્યા છે. સેવા કેમ્પો ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જેવા ભજનોની રમઝટ વચ્ચે સમય પસાર કરી રહ્યાં છે. રાજા રણછોડજીના દર્શન માટે નગરમાં પાંચ સ્થળોએ એલીઇડી વોલ અને પ્રોજેકટર મુકવામાં આવ્યા છે.

પૂનમે ભકતો બહારથી ઠાકોરજીના દર્શન કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. શુક્રવારે ફાગણી પૂનમે ૩ લાખથી વધુ ભક્તો રણછોડરાય ભગવાનના દર્શન કરવા પહોંચ્યાં છે. પદયાત્રી સિવાય એસ.ટી. બસો અને ખાનગી વાહનોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો રણછોડરાયના દર્શન કરવા આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.