Western Times News

Gujarati News

બોર્ડ પરીક્ષા: હેલ્પ લાઇન કોલમાં ૫૦ ટકા સુધી ઘટાડો

અમદાવાદ, આ મહિનાના છેલ્લા સપ્તાહથી શરૂ થઇ રહેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની તૈયારીઓ વિદ્યાર્થીઓ અને તંત્ર દ્વારા પૂરજાેશમાં થઇ રહી છે. થોડા સમય પૂર્વે બોર્ડની પરીક્ષામાં પરીક્ષાલક્ષી માર્ગદર્શન કે પરીક્ષાની તૈયારીને લઇને વિદ્યાર્થીઓ મુંઝાઇ રહ્યા છે.

ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને ડીઇઓ કચેરી દ્વારા શરૂ કરાયેલી હેલ્પલાઇન પર માર્ગદર્શન માટેના ફોન હવે બે દિવસથી શરૂ થઇ ચૂક્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી શરૂ થયેલી હેલ્પલાઇનમાં કાઉન્સેલર્સને મળતા કોલમાં ખાસ્સો ઘટાડો થયો છે. જે નોંધનીય છે. હજી સુધી ૫૦ દિવસમાં હેલ્પલાઇનના કાઉન્સેલર્સને ગત વર્ષની સરખામણીએ માંડ ૫૦ ટકા કોલ્સ જ આવ્યા છે.

એટલું જ નહીં છેલ્લા ૧૦ દિવસથી ફોન કોલ્સ સાવ જ ઘટી ગયા છે, તો સાથે સાથે દર વર્ષે વિદ્યાર્થીઓ તરફથી પુછાતા પ્રશ્નો પણ બદલાઇ ગયા છે.

છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરીક્ષા મોટા ભાગે આપી નથી ત્યારે વિદ્યાર્થીઓની સૌથી મોટી સમસ્યા ત્રણ કલાક બેસીને પરીક્ષા આપી શકાતી નથી. એ છે ગત વર્ષે કોરોનાને લીધે હેલ્પલાઇન નંબર પર માર્ગદર્શન માટે ખૂબ જ ફોન આવતા હતા.

જેમાં પરીક્ષા ઓનલાઇન થશે કે ઓફલાઇન એવી મૂંઝવણ હતી. પરંતુ આ વર્ષે બોર્ડની પરીક્ષાના ૨-૩ દિવસ અગાઉથી ફોન કોલ વધે તેવી શક્યતા છે. ગત વર્ષે પરીક્ષા સતત લંબાયા કરી હતી. તેથી કોલ્સનો મારો પણ વધુ હતો. કોરોનાને લીધે વિદ્યાર્થીઓમાં ઓનલાઇન શબ્દ ફિટ થઇ ગયો છે. સતત ઓનલાઇન પરીક્ષા આપવાથી બોર્ડની પરીક્ષા ઓનલાઇન થાય તેવી છાત્રોની માગ હોય છે.

હવે ઓફલાઇન પરીક્ષા યોજાતા વિદ્યાર્થીઓમાં મૂંઝવણનો માહોલ છે. કાઉન્સેલર્સ તરફથી તેમને સલાહ આપવામાં આવી રહી છે કે વિદ્યાર્થીઓે હાલમાં બાકી રહેલા દિવસમાં ઘરે બેસીને પરીક્ષા આપવાનો પ્રયાસ કરવો જાેઇએ. પહેલા નાના પ્રશ્નોના જવાબ અને એમસીક્યુ પુરા કરવા જાેઇએ.

જે પ્રશ્નનો જવાબ આવડતો હોય તે પહેલા લખી લેવો જાેઇએ, ઉપરાંત ધોરણ ૧૦ના ઘણા વિદ્યાર્થીઓએ આખું વર્ષ સતત કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યો છે, પણ ધો.૧૦ની પરીક્ષામાં કેલ્ક્યુલેટરની છૂટ ન હોવાથી તેઓની મૂંઝવણ વધી છે.

જેથી હવે તેમણે બાકીના દિવસોમાં કેલ્ક્યુલેટર વગર પ્રેક્ટિસ કરવી પડશે. કેટલાક સવાલો પહેલી વાર કાઉન્સેલર્સ પાસે આવ્યા ઃ જેમ જેમ બોર્ડ પરીક્ષા નજીક આવતી જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે ફોન કરી રહ્યા છે તેમાં હવે વાંચેલું યાદ રહેતુ નથીને બદલે અક્ષર સુધારવા માટે શું કરવું જાેઇએ.

ત્રણ કલાક બેસી શકાતુ નથી, શું કરવું, કેલ્ક્યુલેટર વિના ગણિતમાં દાખલા ગણી શકીશ નહીં, હવે તેની ગરભરામણ થાય છે. ૧૨ સાયન્સમાં સ્કૂલોમાં પ્રેક્ટિકલ્સ જ નથી લેવાયા, પરીક્ષામાં શું કરીશ, ત્રણ કલાકમાં પેપર પૂરું કરવા માટે શું કરવુ જાેઇએ, નવી પેપર સ્ટાઇલ શું છે તે સમજાવો વગેરે નવા પ્રશ્નો વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે.(એનઆર)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.