Western Times News

Gujarati News

તમિલનાડુ: 25 વર્ષીય નેશનલ લેવલ કબડ્ડી પ્લેયરે આત્મહત્યા કરી

ચેન્નઈ, તમિલનાડુના કાંચીપુરમ જિલ્લાના રહેવાસી નેશનલ લેવલના કબડ્ડી પ્લેયર ભાનુમતીએ બુધવારે સુસાઈડ કરી લીધુ. માત્ર 25 વર્ષીય ભાનુમતીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી. રાત્રે તેમને હોસ્પિટલ લઈ જવાયા પરંતુ તેઓ બચી ના શક્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે તેઓ નોકરી ના મળવાના કારણે ચિંતામાં હતા.

યુવા સ્પોર્ટસપર્સન ભાનુમતીના પિતા ધર્મરાજ શાકભાજી વિક્રેતા છે. ભાનુમતી ઘરમાં સૌથી નાના હતા. મંગળવારે ભાનુમતી જ્યારે પોતાના રૂમમાં લટકેલી હાલતમાં મળ્યા ત્યારે ઘરના તેમને નજીકના પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરી દેવાયા.

આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ભાનુમતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ભાનુમતીના ફોનને જપ્ત કરાયો છે અને તપાસ શરૂ કરી દેવાઈ છે. ભાનુમતીએ પોતાના જિલ્લા અને રાજ્ય માટે સ્ટેટ લેવલ, નેશનલ લેવલ માટે અનેક ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.