Western Times News

Gujarati News

કાશ્મીર મુદ્દે શું પાાકિસ્તાનનો સાથ છોડી રહ્યા છે ઈસ્લામિક દેશો?

શ્રીનગર, શું પાકિસ્તાનના કાશ્મીર રાગમાં હવે કોઈ રસ દાખવતું નથી? ઈસ્લામિક ઉમ્માહ કહેવાતા મુસ્લિમ દેશો પણ હવે તેના પર ધ્યાન આપવા નથી માંગતા એવું લાગે છે. દુનિયાના મોટા મુસ્લિમ દેશોના વલણને જાેતા તો કઈક એવા જ સંકેત મળી રહ્યા છે.

રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં હાલ ઈસ્લામિક સહયોગ સંગઠનનું ૪૮મું સત્ર ચાલુ છે. આ સંમેલનમાં આમ તો વાતચીતનો મુખ્ય એજન્ડા અફઘાનિસ્તાન છે પરંતુ પાકિસ્તાનની ભલામણ પર તેમા જમ્મુ અને કાશ્મીર ઉપર પણ સ્પેશિયલ સેશન કરવામાં આવ્યું.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પોતાની ખીજ કાઢતા સંમેલનમાં કહ્યું કે ભારતે જમ્મુ અને કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને ગેરકાયદેસર રીતે ખતમ કરી દીધુ.

હવે ત્યાં બહારના લોકોને કાશ્મીરમાં વસાવીને ડેમોગ્રાફી બદલી રહ્યું છે. આ એક યુદ્ધ અપરાધ છે પરંતુ તેને લઈને ભારત પર કોઈ પ્રતિબંધ લગાવતું નથી. ઈમરાન ખાને મુસ્લિમ દેશોને કહ્યું કે તેઓ બધા એકજૂથ નથી. આથી તેમની વાતોને કોઈ ગંભીરતાથી લેતુ નથી.

ઈમરાન ખાન સંમેલનમાં જ્યારે કાશ્મીર રાગ આલાપી રહ્યા હતા ત્યારે સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સહિત અનેક દેશોના વિદેશ મંત્રી ખામોશીથી તેમની વાત સાંભળી રહ્યા હતા. સાઉદી અરબના વિદેશમંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને પોતાનો વારો આવતા ખુબ જ તોલી તોલીને સ્ટેટમેન્ટ આપતા કહ્યું કે અમે જમ્મુ અને કાશ્મીરના લોકો પ્રત્યે અમારું સમર્થન વ્યક્ત કરીએ છીએ.

અમે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી જમ્મુ-કાશ્મીરના મુદ્દાના ન્યાયપૂર્ણ સમાધાન માટે થઈ રહેલા પ્રયત્નોને બિરદાવીએ છીએ. પાકિસ્તાનમાં જે સમયે જમ્મુ અને કાશ્મીરને લઈને ઓઆઈસીમાં મોટી મોટી વાતો થઈ રહી હતી તે વખતે સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાતના મોટા બિઝનેસ ડેલીગેશન શ્રીનગર પહોંચ્યા હતા. આ ડેલીગેશનમાં બંને દેશોની મોટી મોટી કંપનીઓના સીઈઓ અને મોટા અધિકારીઓ સામેલ છે. તેઓ જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ પર ચર્ચા કરવા માટે ત્રણ દિવસના પ્રવાસે અહીં પહોંચ્યા છે.

આ બંને દેશો ઉપરાંત હોંગકોંગ નું ડેલિગેશન પર રોકાણ પર ચર્ચા કરવા માટે શ્રીનગર પહોંચ્યું. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના નિર્દેશ પર પ્રશાસને વિદેશી રોકાણ માટે ૨ હજાર એકર જમીન રિઝર્વ કરી છે. આ જમીન સરકારી જમીન છે. જમ્મુ કાશ્મીર સરકારનું કહેવું છે કે જાે નાગરિકો ઈચ્છે તો તેઓ પણ સ્વતંત્ર રીતે આ માટે જમીન આપવાનો ર્નિણય કરી શકે છે.

કહેવાય છે કે સાઉદી અરબ અને યુએઈ જમ્મુ અને કાશ્મીરમાં ફળોના ઉદ્યોગ, ખેલોના ઉપકરણ, સૂકામેવા, આઈટી સહિત અનેક સેક્ટરોમાં રોકાણ કરવા જઈ રહ્યા છે. આવું થશે તો જમ્મુ અને કાશ્મીર પ્રગતિના રસ્તે ઝડપથી દોડશે અને પાકિસ્તાનનો પણ કાશ્મીર રાગ હંમેશા માટે ખતમ થઈ જશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.