Western Times News

Gujarati News

ઉપલેટામાં મુખ્યમંત્રીની રજત તુલા: રર લાખની અનુદાનની જાહેરાત

ઉપલેટાના આંગણે  મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના પ્રમુખની ગોકુલ ગૌસેવા ટ્રસ્ટ અરણીના યજમાન પદે  ત્રીજી એપ્રીલ, 2022ના રોજ રજત તુલાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના શ્રેષ્ઠીઓની મળેલી મીટીંગમાં રજત તુલામાં રર લાખના અનુદાનની જાહેરાત કરવામાં આવી હતી.

શહેર-તાલુકામાં આંગણે ગૌકુલ ગૌસેવા ટ્રસ્ટ અરણીના યજમાન પદે આગામી ત્રીજીએ બપોરે ત્રણ વાગે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલની દર હજાર માણસોની હાજરીમાં ભવ્ય રજત તુલાનો કાર્યક્રમ યોજનાર છે તે અંતર્ગત કડવા પટેલ સમાજમાં શહેરના શ્રેષ્ઠીઓ અને પ્રબુઘ્ધ નાગરીકોની મીટીંગ યોજાયેલ હતી.

તેમાં રજત તુલા સન્માન સમારોહ આયોજન સમિતિની રચના કરવામાં આવતા સમિતિના અઘ્યક્ષ તરીકે સંસદસભ્ય રમેશભાઇ ધડુક કાર્યવાહક પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઇ માકડીયા, કોષાઅઘ્યક્ષ તરીકે મનસુખભાઇ ઝાલાવડીયા,

પરામર્શક તરીકે જીલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા તેમજ રાજકોટના ઉઘોગપતિ લલીતભાઇ ઉકાણી, લલીતભાઇ ભાલોડીયાની સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં મળેલી મીટીંગમાં સર્વાનુમતે રચના કરવામાં આવી હતી.આ મીટીંગમાં સમાજ શ્રેષ્ઠીઓની સાથે સાથે ઉપલેટા શહેર તાલુકો ધોરાજી શહેર તાલુકો અને ભાયાવદર શહેર ભાજપ મંડળના હોદેદારો પણ હાજર રહેલ હતા.

આ મીટીંગમાં પૂર્વ ધારાસભ્ય અને રજત તુલા કાર્યક્રમના સમીતીના કાર્યવાહક પ્રમુખ પ્રવિણભાઇ માકડીયા દ્વારા જણાવેલ કે રાજયમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ ના પ્રમુખની રજત તુલા કરવા માટે જે આયોજન ગૌકુલ ગૌસેવા ટ્રસ્ટ અરણીના યજમાન પદે થઇ રહ્યું છે

તે શહેર માટે ગૌરવની વાત વે. સાથે સાથે રજત તુલામાં સહયોગ આપવા અપીલ કરતા દાનવીરના જેની નશે નશેમાં વહી રહી છે તેવા હકુભા વાળા પ્રસલા અને રાજકોટના ઉઘોગપતિ મનસુખભાઇ ઝાલાવડીયા દ્વારા રૂપિયા અગીયાર અગીયાર લાખનું અનુદાન આપેલ હતું.

ઉપલેટાના આંગણે બે ઇતિહાસ લખાશે

તા.3નું એ મુખ્યમંત્રી અને પ્રદેશ યુવા ભાજપના પ્રમુખની જે રતન તુલા થઇ રહી છે તેમાં અત્યાર સુધીમાં ઉપલેટા શહેરના આંગણે કોઇ મુખ્યમંત્રીની રજત તુલા થઇ નથી પ્રથમ વખત ભુપેન્દ્ર પટેલની રજત તુલા થઇ રહી છે. જયારે રાજયમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના પ્રમુખની ગુજરાત રાજયમાં ઉપલેટા શહેરના પ્રથમ વખત બન્ને એક સાથે રજત તુલા થઇ રહી છે. તે પ્રથમ બનાવ છે આમ ઉપલેટાના આંગણે બે ઇતિહાસ નોંધાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.