Western Times News

Gujarati News

આંગણવાડી કર્મચારી સંગઠને ઝઘડીયા મામલતદારને આવેદનપત્ર આપ્યું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આવેદનપત્રમાં આંગણવાડીમાં નવી આવેલ પોષણ યોજના અને સુપોષિત માતા સ્વસ્થ યોજનાની કામગીરી કરવા રજૂઆત કરી છે.

ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠન ના રાજ્ય ઉપપ્રમુખ રાગિણીબેન પરમારની અધ્યક્ષતામાં આજરોજ ઝઘડીયા મામલતદારને આવેદનપત્ર પાઠવી નવી આવેલ યોજનાઓની કામગીરી icdsમાંથી રદ્દ કરવા રજૂઆત કરી છે.આવેદનપત્રમાં સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે કે

આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનો આંગણવાડી કેન્દ્ર પર સાફ સફાઈ, સવારનો નાસ્તો ફળ, બપોર નો નાસ્તો, પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા વિવિધ પ્રવૃતિઓ જેવીકે સુપોષણ સંવાદ, બાળકોના વજન ઉંચાઇ, સગર્ભાના વજન ઉંચાઇ, અન્નપ્રાશન દિવસ, અન્ન વિતરણ દિવસ, મમતા દિવસ, રજીસ્ટરો નિભાવવા,

ગૃહ મુલાકાત, મીટીંગો, ટ્રેનિંગની કામગીરીની ફરજ બજાવે છે. આ કામગીરી સાથે સાથે ફોનમાં પોષણ ટ્રેકરની પણ કામગીરી કરવામાં આવે છે.હાલમાં નવી પોષણ સુધા યોજના અને સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનાની કામગીરી સોંપવામાં આવી છે.જેથી ઉપરોક્ત જણાવેલ તમામ કામગીરીમાં પૂરતો સમય આપી શકાશે નહીં

તથા કામગીરીમાં વિક્ષેપ પડી શકે તેમ છે.ઉપરાંત આંગણવાડી કાર્યકરોને તેડાગર બહેનોનું કામગીરીનું ભારણ? વધે તેમ છે, જેથી પોષણ સુધા યોજના અને સુપોષિત માતા સ્વાસ્થ્ય યોજનાનું ભારણ આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનો પર રાખવામાં ન આવે તેવી આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.