Western Times News

Gujarati News

ગુજરાત કોંગ્રેસના 124 હોદ્દેદારો નિમાયા: ૨૫ ઉપપ્રમુખ , ૭૫ મહામંત્રી

અમદાવાદ શહેર પ્રમુખપદે દરિયાપુરના નિરવ બક્ષી-૨૫ ઉપપ્રમુખ , ૭૫ મહામંત્રી, ૫ પ્રોટોકોલ મંત્રી અને ૧૯ શહેર/ જિલ્લા પ્રમુખ જાહેર કરાયા

અમદાવાદ, વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વધુ સક્રિય થઇ રહ્યા છે.  ગુજરાત કોંગ્રેસના સંગઠનનો એક ભાગ જાહેર કરવામાં આવ્‍યો છે. કોંગ્રેસના માળખામાં ૨૫ ઉપપ્રમુખ , ૭૫ મહામંત્રી, ૫ પ્રોટોકોલ મંત્રી અને ૧૯ શહેર/ જિલ્લા પ્રમુખ જાહેર કરાયા છે. Gujarat Congress office bearers appointed: 25 Vice Presidents and 75 general secretaries!!

ગુજરાત કોંગ્રેસના તત્‍કાલીન પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત કોંગ્રેસનું માળખું બરખાસ્‍ત કર્યું હતુ. ત્‍યારે બાદથી ગુજરાત કોંગ્રેસના સંગઠન માળખું જાહેર થયું ન હતું. પ્રદેશ પ્રમુખ પણ બદલાઇ ગયા હતા. હાલ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર નિમણૂક કરાઇ હતી. જગદીશ ઠાકોર નિમણૂક બાદ અટકળો ચાલી હતી કે, ક્‍યારે જગદીશ ઠાકોર ટીમ જાહેર થશે.

વિધાનસભા ચૂંટણી વર્ષ છે. તેથી કોંગ્રેસ કોઇ પણ કસર છોડવા માંગતું નથી. હજુ પણ કોંગ્રેસ પાર્ટ – ૨ એટલે બીજા તબક્કામાં નવી નિમણૂક જાહેર કરશે. કારણ કે જે પણ લોકો પાર્ટી નારાજ છે તેઓ નવા સંગઠનમાં સ્‍થાન અપાશે.

ગુજરાત કોંગ્રેસનું માળખું જાહેર કરવામાં આવ્‍યું છે. માળખામા તમામ લોકોને સમાવાનો પ્રયાસ કરાયો છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી ઘટના હશે કે, ૨૫ ઉપપ્રમુખ, ૭૫ મહામંત્રી જાહેર કરવામાં આવ્‍યા હશે. હજુ મંત્રી અને અન્‍ય હોદાઓની જાહેરાત બાકી છે.

કોંગ્રેસના સુત્રો જણાવી રહ્યા છે કે, પાર્ટ – ૧ એક જાહેર કર્યો છે હજુ પાર્ટ – ૨ જાહેર કરવામાં આવશે. જેમા તમામ નારાજ નેતાઓ સમાવેશ કરાશે. તો બીજી તરફ ચર્ચા ચાલી છે કે, જે પણ વ્‍યક્‍તિ સંગઠનમાં કામ કરશે તેઓ વિધાનસભા ટિકિટ મળશે.

કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરાયેલા સંગઠનમાં ૨૫ ઉપ પ્રમુખ પસંદગી કરાઇ છે. કોગ્રેસ સુત્રો કહેવા પ્રમાણે ૨૫   નેતાઓ પાર્ટીના સિનિયર નેતાઓ છે . દરેક વર્ગ અને દરેક અલગ અલગ શહેરમાંથી આવે છે. તેથી તેઓનો માનસન્‍માન જાળવા તેઓ ઉપપ્રમુખ બનાવ્‍યા છે.

તો ૭૫ મહામંત્રી જાહેર કરાયા છે. તેમાં કેટલાક નવા ચહેરાઓ પણ સ્‍થાન અપાયું છે.  જેમા તેઓ પાસે જિલ્લા મુજબ જવાબદારી સોપવામા આવશે. આ ઉપરાત તેઓને વિધાનસભા બેઠકની પણ જવાબદારી સોપાશે. પરંતુ પહેલી વાર એવું થયું હશે કે ગુજરાત કોંગ્રેસમા મહામંત્રી ૭૫ નિમણૂક થઇ હશે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.