Western Times News

Gujarati News

ચામડી ત્વચાના રોગનું અસરકારક ઔષધ: મહામંજિષ્ઠાદિ ક્વાથ

અમુક રોગોમાં અમુક ઔષધોનો ઉપયોગ કરીએ તો વધુ પરિણામ મળે એવો નિયમ હોવા છતાં મહા મંજિષ્ઠાદિ ક્વાથ એક એવું ઔષધ છે કે જે ચામડીના રોગોમાં નિર્ભિક રીતે આપી શકાય. ચામડીના રોગોના આમ તો અનેક ઔષધ છે, પરંતુ જેનો ર્નિભયતાથી ઉપયોગ કરી શકાય અને જે રોગના મૂળ સુધી જઇને પરિણામ આપી શકે

એવા ઔષધોમાં મહામંજિષ્ઠાદિ ક્વાથ મુખ્ય છે. ખસ, ખરજવું, ખંજવાળ, ખીલ, માથાનો ખોડો, ગૂમડા, ધોળો કોઢ, દાદર  કે સોરાઇસીસ જેવા ચામડીના કોઈપણ રોગોમાં મોટા ભાગના વૈદ્યો આ ઔષધનો ઉપયોગ કરે છે. ધાધર એક ફંગલ ઇન્ફેકશન છે જે માથું, પગ, ગરદન કે કોઈ અંદરના ભાગમાં ક્યાય પણ થઇ શકે છે.

તે લાલ કે હળવા ભૂરા રંગના ગોળ આકારના હોય છે. તે માણસ, જાનવર કોઈનાથી પણ ફેલાઈ શકે છે. પણ ડરશો નહી તે સરળતાથી ઠીક થઇ શકે છે. તે કોઈ જીવાતથી થતો નથી તે તો એક ફંગલ ઇન્ફેકશન છે. જાે તમને આ ફંગલ ઇન્ફેકશન છે તો તમને તમારા શરીરના કોઈ પણ ભાગ ઉપર લાલ ગોળ નિશાન જાેવા મળશે.

9825009241

તે ખુબ ઝડપથી ફેલાય છે જે જગ્યા ઉપર થયેલ છે તેની આજુ બાજુ ની જગ્યાએ પણ ફેલાવા લાગે છે. તેનું ઇન્ફેકશન ખુબ વધવાથી તમે શરીર ઉપર ઉપસેલું તથા ફોડકી પણ જાેઈ શકો છો.

લક્ષણોઃ ખસને કારણે વધુ પડતી ખૂજલી ચામડીની અંદર થતા રિએક્શનને કારણે થાય છે. જે વ્યક્તિને સૌપ્રથમવાર ખસ-ખૂજલીનો ચેપ લાગે તેને અનેક સપ્તાહો સુધી, ચારથી છ સપ્તાહો, ખંજવાળ ન આવે તેવું પણ બની શકે છે.

માઈટ અર્થાત આ સુક્ષ્મ જંતુઓને કારણે લાલાશ પડતા કથ્થાઈ રંગના ચાબખા જાેવા મળે છે અને સતત ખંજવાળ આવે છે. રાત્રે ખૂજલી વધી જાય છે.. પણ સૌપ્રથમ માઈટ સાથે જ ગણતરીના કલાકોમાં ખંજવાળ શરૂ થઈ જાય છે. કયા ભાગમાં ખૂજલી થઈ શકે.

આંગળીઓ અને અંગૂઠા વચ્ચેની ચામડી અને તેની બાજુમાં, બગલ(કાખ)માં, કોણી અને ઘૂંટણના વળાંકની જગ્યાએ, કેડ પાસે, કાંડામાં, ડૂંટી, સ્તન, નિતંબના નીચેના ભાગમાં, ક્યારેક જનનેન્દ્રીયમાં, પેટના નીચેના ભાગમાં, જાંઘમાં ખૂજલી થઈ શકે છે. હાથની હથેળીમાં અને પગની પાનીમાં ક્યારેક જ ખંજવાળ આવે છે

અને ગળાના ઉપરના ભાગમાં પણ જવલ્લે જ ખંજવાળ આવે છે. ખંજવાળવાથી ઘણી વાર બેદરકારીમાં પણ માઈટ્‌સ દૂર થઈ જાય છે વ્યક્તિ ખંજવાળ આવતી હોવા છતાં ખંજવાળે નહીં અથવા તેની રોગપ્રતિકારક પ્રણાલી નબળી હોય ત્યારે હજારોથી લાખોની સંખ્યામાં સુક્ષ્મ જંતુઓનો ઉપદ્રવ થઈ જાય છે. આવા દર્દીઓમાં સામૂહિક રીતે રહેતા,

મંદબુદ્ધિના લોકો કે શારીરિક રીતે નબળા લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય રોગો જેવા કે લ્યુકીમિઆ, ડાયાબિટીસ, રોગપ્રતિકારક શક્તિ ઘટાડે તેવી દવા લેતા દર્દીઓ, કેન્સર માટેની કીમોથેરપી લેતા દર્દી, અંગ પ્રત્યારોપણ પછી દવા લેતા દર્દી, કે રોગપ્રતિકારક શક્તિ નબળી કરે તેવા અન્ય રોગ ધરાવતા દર્દી ને ખૂજલીનો ઉપદ્રવ મોટી સંખ્યામાં સુક્ષ્મ જંતુઓથી થાય છે. આવા દર્દીના માથાની ચામડી સહિત આખા શરીરમાં પોપડા થઈ જાય છે. તેમની ચામડી ભીંગડાવાળી થઈ જાય છે.

વાવડિંગ કૃમિઘ્ન એટલે કે કીટાણુ નાશક છે. ચામડીના રોગોમાં આયુર્વેદના જ્ઞાાતાઓએ કૃમિને પણ એક કારણ તરીકે માન્યું છે. મહામંજિષ્ઠાદિ ક્વાથમાં આવતા ગળો, વાવડિંગ, લીમડાની અંતર છાલ કરિયાતું અને ઇન્દ્રયવ જેવા દ્રવ્યોમાંથી મોટા ભાગના પાચન શક્તિને સુધારનાર તથા અપચાના કારણે ઉભા થયેલા અપક્વ અન્નરસ એટલે કે ‘આમ’ ને દૂર કરવાનો ગુણ ધરાવે છે.

વળી તે વાયુ, પિત્ત અને કફ એમ ત્રણે દોષોનું શમન કરતા હોવાથી શરીરમાં સંચિત થયેલા દોષોને પણ દૂર કરવાની શક્તિ ધરાવે છે. મહા મંજિષ્ઠાદિ ક્વાથનો મુખ્ય ગુણ રક્તની શુદ્ધિ કરવાનો છે. તે લોહીમાં ભળેલી અશુદ્ધિને દૂર કરી મૂળમાંથી જ રોગને મટાડી શકે છે એમાં હરડે, કડુ કે નસોતર જેવા ઔષધો વાયુની ગતિને સવળી કરનાર, મળ ભેદક, અને સારક હોવાથી પેટમાં એકઠા થયેલા મળો અને દોષોને દૂર કરી ચામડીના રોગોનું જે મુખ્ય કારણ છે એવા કબજિયાતનેય નષ્ટ કરે છે.

જાે આ ઉકાળો ઘેર બનાવવો હોય તો-મહા મંજિષ્ઠાદિ ક્વાથમાં, હરડે, બહેડા, આમળાં, કડવા પરવળના પાન, કડું, મોરવેલ, વાવડિંગ, આસંધ(લિયો), ચિત્રક મૂળ, શતાવરી, ત્રાયમાણ, લીંડી પીપર, ઇન્દ્રજવ, અરણીના પાન, ભાંગરો, મજીઠ, નાગરમોથ, કુટજ, કડાછાલ, ગળો,

કઠ ઉપલેટ, સૂંઠ, ભારંગ મૂળ, ભોંય રીંગણીનું પંચાંગ, વજ, લીમડાની અંતરછાલ, હળદર, દારુ હળદર, , દેવદાર, કાળીપાટ, ખેરસાર, રતાંજલી, લાલચંદન,નસોત્તર, વાયવરણાની છાલ, કરિયાતું, બાવચી, ગરમાળાનો ગોળ, ખેરની છાલ, બકાન લીમડો, કરંજની છાલ, અતિવિષની કળી, સુગંધી વાળો, ઇન્દ્ર વરણાના મૂળ,ધમાસો, અનંતમૂળ અને પિત્તપાપડો એમ પિસ્તાલીસ દ્રવ્યો પડે છે. આ તમામ દ્રવ્યો એક સરખે ભાગે, શુદ્ધ સ્વરૃપમાં અને ગુણયુક્ત લાવી અધકચરો ભૂકો બનાવી લેવો. તૈયાર થયેલા ભૂકાને એક બરણી કે નાના ડબામાં ભરી તેમાંથી વીસ ગ્રામ જેટલો ભૂકો લઇ ચારસો ગ્રામ પાણીમાં પલાળી રાખવી.

એકાદ કલાક પછી તેને ઉકાળી અડધાથી એક કપ બાકી રહે ત્યારે ઉતારી લેવું. ઠરે એટલે પીવાથી લોહીની શુદ્ધિ થાય છે. ક્વાથ કરવામાં કે પીવામાં જેમને કંટાળો આવતો હોય તેવા લોકો ઉકાળાને બદલે તેની ટીકડી કે ઘનવટી પણ વાપરી શકે.ખણજ, ખીલ, ખરજવું, દાદર જેવા ચામડીના રોગો મટે છે અને પેટ શુદ્ધ તથા આમદોષથી મુક્ત થતું હોવાથી બીજા પણ અનેક લાભ થાય છે. ચહેરાની અને શરીરની ચામડી તેજસ્વી બને છે.

કાળા ડાઘ દૂર થાય છે અને શરીરના કોઈપણ ભાગમાં આવતી ખંજવાળ દૂર થાય છે. આ સિવાય આંખના રોગોમાં અને મેદના રોગોમાં પણ તે ઉત્તમ પરિણામ આપે છે.

ધાધર અને ખંજવાળનો ઘરેલું ઉપચાર. ચામડીના રોગો માટે આ ઔષધનો ઉપયોગ કરનારે કેળા, ગોળ, વધુ પડતું મીઠું, મીઠાઈ, દહીં તથા આથો આવીને તૈયાર થતા હોય તેવા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ છોડવો. એક કપ ગાજરનો રસ રોજ પીવાથી ચામડીના રોગમાં સારું થઇ જાય છે. ચામડી માટે કોઈપણ પ્રકારના રોગ માં મૂળાના પાંદડાનો રસ લગાવવાથી લાભ થાય છે. લીંબુના રસમાં આંબલી નાં બીજ વાટીને લગાવવાથી ધાધરમાં લાભ થાય છે.

શરીરની ચામડી ઉપર ક્યાય પણ ચકામાં હોય તો તેની ઉપર લીંબુના ટુકડા કાપીને ફટકડી ભરીને ઘસવાથી ચકામા હળવા પડી જાય છે અને ચામડી ખીલી ઉઠે છે.લસણમાં કુદરતી રીતે એન્ટી ફંગલ તત્વ હોય છે, જે ઘણી જાતના ફંગલ ઇન્ફેકશનને ઠીક કરવામાં ઉપયોગી છે. જેમાં ધાધર પણ એક છે.

લસણને છોલીને તેના નાના નાના ટુકડા કરી ધાધર ઉપર મૂકી દેવાથી તરત આરામ મળે છે.લીલી હળદર, પરવળ, મગ વગેરે પથ્ય આહાર લેવો. આની સાથે કિશોર ગૂગળ, આરોગ્ય વર્ધિની, ગંધક રસાયન, સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ, પંચતિક્તધૃત, ખરિદારિષ્ટ વગેરે રક્તની શુદ્ધિ કરનાર અને ચર્મરોગ હરતેલ, અર્કતેલ, મહામરિચ્યાદિ તેલ જેવા ચર્મ રોગોમાં સફળ પૂરવાર થયેલા ઔષધો પણ ચિકિત્સકની સલાહ મુજબ યોજી શકાય.

જાે તમારા શરીર ઉપર લાલ ધબ્બા જાેવા મળે અને ખંજવાળ આવે તો સાવચેત થઇ જાવ તે ધાધર છે જાે તે તમારા નખ ઉપર થયેલ છે તો નખ મૂળમાંથી નીકળી શકે છે વાળના મૂળમાં થાય તો તમારા વાળ તેની જગ્યાએથી ખરવા લાગશે. કુવારપાઠુંનો અર્ક દરેક જાતના ફંગલ ઇન્ફેકશન ને ઠીક કરી દે છે. તેને તોડીને સીધું જ ધાધર ઉપર લગાવી દો ઠંડક મળશે.

બની શકે તો રાતભર લગાવીને રાખો. કુવારપાઠુંનો નિયમિત ઉપયોગ કરવો અને અસરવાળી જગ્યા ઉપર લગાવવાથી ધાધર અને ખંજવાળ માં ખુબ આરામ મળે છે.લીંબડાના પાંદડાને પાણીમાં ઉકાળીને સ્નાન કરવું જાેઈએ.કાળા ચણાને પાણીમાં વાટીને ધાધર ઉપર લગાવો. ધાધર માં આરામ મળશે.

શરીરના જે ભાગ ઉપર ધાધર છે, ત્યાં મોટી હરડેને ઘસીને લગાવો. ફોતરાવાળી મગની દાળને વાટીને તેનો લેપ ધાધર ઉપર લગાવો. ધાધર થાય ત્યારે હિંગને પાણીમાં ઘસી ને નિયમિત અસરવાળા ભાગ ઉપર લગાવો. તેનાથી ધાધર માં ઘણો આરામ મળશે. ટમેટા ખાટ્ટા હોય છે. તેની ખટાશ લોહીને સાફ કરે છે. લીંબુમાં તે મુજબના ગુણ હોય છે.

રક્તશોધન લોહી સાફ કરવું માટે ટમેટા એકલા જ ખાવા જાેઈએ. રક્તદોષ (લોહીની ખરાબી) થી ચામડી ઉપર જયારે લાલ ચકામાં ઉઠે છે, મોઢાના હાડકા સુજી જાય છે, દાંતમાંથી લોહી નીકળે છે, ધાધર કે બેરી બેરી રોગ હોય તો ટમેટાનો રસ દિવસમાં ૩-૪ વાર પીવાથી લાભ થાય છે. થોડા અઠવાડિયા સુધી રોજ ટમેટાનો રસ પીવાથી ચામડીના રોગ ઠીક થઇ જાય છે. અંજીરનું દૂધ લગાવવાથી ધાધર માટી જાય છે.

પાકા કેળા માં લીંબુનો રસ ભેળવીને ધાધર, ખરજવું, ખંજવાળ, વગેરે પર લગાવા થી અ રોગોમાં લાભ થાય છે. ધાધર, ખરજવું અને ખજવાળમાં મગફળીનું અસલી શુદ્ધ તેલ લગાવવાથી આરામ મળે છે. નારીયેલનું તેલ ધાધરને ઠીક કરવામાં ખુબ ઉપયોગી છે. ખાસ કરીને તમારા માથાના મૂળમાં ઇન્ફેકશન થયું હોય તો તે એક ઉત્તમ રીત છે. નાના નાના રાઈના દાણા ધાધર ને ઠીક કરવામાં ઉપયોગી છે. રાઈને ૩૦ મિનીટ સુધી પાણીમાં પલાળીને રાખી દો.

પછી તેની પેસ્ટ બનાવીને ધાધર વાળી જગ્યા ઉપર લગાવી દો. નાઈલાન કે સેંથેટીક વસ્ત્રોની જગ્યાએ સુતરાઉ વસ્ત્રોનો ઉપયોગ કરો તથા તે વસ્ત્રોને હમેશા ચોખ્ખા રાખો. ખરજવું એક વિશેષ પ્રકારનો સુક્ષ્મ પરજીવીની ત્વચા ઉપર લોહી ચૂસવાથી તે જગ્યાએ છાલા કે ફોડકી નીકળી આવે છે. તે પછી ખરજવું ઉત્પન થાય છે.

ખરજવું એક ચામડીઓ રોગ છે જેમા ખંજવાળવાથી આનંદ આપે છે. જ્યાં સુધી ચામડી બળવા ન લાગે ત્યાં સુધી ખંજવાળ શાંત થતી નથી. તે રોગમાં સૌથી વધુ શરીરની સફાઈ ઉપર ધ્યાન આપવું જાેઈએ. કેમ કે આ રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ઝડપથી પહોચે છે માટે સંક્રમણ ના કપડા જુદા રાખીને તેને ગરમ પાણીથી ધોવા જાેઈએ.

ખૂજલીનો રોગ થતા કઈ રીતે અટકાવશો,ઉપરની ધાધર વાળા ઈલાજ ખરજવા ઉપર પણ એટલો જ ઉપયોગી છે જેટલો ધાધરમાં. બાળકોને પહેરાવવામાં આવતા કપડા ખુબ નુકશાનકારક કરી શકે છે એટલે સ્વચ્છ રાખો. ઘરના એકથી વધુ સભ્યને ખૂજલી થઈ હોય તો દરેકે સારવાર લઈ લેવી જાેઈએ.

ઘરના કોઈ એક સભ્યને ખૂજલી હોવાનું નિદાન થાય તો તે વ્યક્તિના તાજેતરમાં પહેરેલા કપડાં અને તેની પથારી-ઓઢવાની ચાદર વગેરે અત્યંત ગરમ પાણીમાં બોળીને ધોઈ નાખવા જાેઈએ તથા તેને સૂર્યની ગરમીમાં સૂકવી નાખવા જાેઈએ. ધાધર ખરજવું-ચામડીના એવા રોગ છે કે બેદરકારી રાખવાથી આ રોગ હમેશ ના મહેમાન બની જાય છે.

ખૂજલી-ખસ ન થાય તે માટે સારું આરોગ્ય અને સ્વચ્છ શરીર રાખવું જરૂરી છે. દરરોજ વ્યવસ્થિત સ્નાન કરવું જાેઈએ, સ્વચ્છ ધોયેલા કપડાં પહેરવા જાેઈએ. અન્ય વ્યક્તિએ પહેરેલા કપડાં ન પહેરવા જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.