Western Times News

Gujarati News

વાપી નગરપાલિકાને સરળ જળ વિતરણ વ્યવસ્થા બદલ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો

(પ્રતિનિધિ) વાપી, વલસાડ જીલ્લા ની વાપી નગરપાલિકાને વર્ષ ૨૦૨૧માં વિશ્વમાં પ્રથમ પાણી વિતરણની સરળ વ્યવસ્થા માટે વસ્તી આધારિત મોબાઇલ એપ્લિકેશન (Vapi National Water Award )અને સ્કાડા સિસ્ટમનું ઇનોવેશન કરવા બદલ બે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા છે. વાપી પાલિકાને Best Urban Local body કેટેગરી એવોર્ડ એનાયત કરાયો છે.

વાપી નગરપાલિકાને વર્ષ ૨૦૨૧માં વિશ્વમાં પ્રથમ પાણી વિતરણની સરળ વ્યવસ્થા માટે વસ્તી આધારિત મોબાઇલ એપ્લિકેશન અને સ્કાડા સિસ્ટમનું ઇનોવેશન કરવા બદલ બે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા પાણીના વ્યવસ્થાપન ઉપયોગ માટે શહેરી પાલિકા તરીકે દેશમાં વાપી પાલિકાને Best Urban Local body કેટેગરી એવોર્ડ એનાયત કરાયો છે.

3rd National Water Awardમાં વાપી નગરપાલિકાને Best Urban Local Body કેટેગરીમાં પ્રથમ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ દેશના રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થતા સમગ્ર દેશમાં વાપીનું નામ રોશન થયું છે.

રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરાયો . ભારતમાં લોકો પાણી પ્રત્યે જાગૃત બની કરકસર પૂરતો ઉપયોગ કરે, વહીવટીતંત્ર દરેક ઘરને પૂરતું પીવાનું પાણી મળે તે માટે સતત નવું સંશોધન કરવા પ્રેરાય તેવા ઉદેશયથી ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય, જલ સંશાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ દ્વારા ૨૦૧૮માં રાષ્ટ્રીય જલ પુરસ્કારનીશરૂઆત કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે ૨૦૨૨ માં તૃતીય રાષ્ટ્રીય જલ પુરસ્કાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહમાં સમગ્ર ભારતમાંથી વિવિધ કેટેગરીમાં ૫૭ વિજેતાઓને પુરસ્કાર એનાયત કરાયો છે.

આ કેટેગરીમાં સમગ્ર ભારતની Best Urban Local body કેટેગરીમાં ગુજરાતની વાપી નગરપાલિકાનો પ્રથમ ક્રમાંકે સમાવેશ કરી રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરાયો છે. આ એવોર્ડ મેળવ્યા બાદ વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહે ખુશીની લાગણી વ્યક્ત કરી નોડ ૨.૪ એપ્લિકેશનથી થનારા ફાયદાઓની વિગતે ચર્ચા કરી હતી.

એપ્લિકેશન બનાવવા ૭ થી ૮ વાર નિષ્ફળતા મળ્યા બાદ સફળતા મળી – વાપી નગ૨પાલિકા દ્વારા જન સંખ્યા આધારિત નોડ ૨.૪ વોટર સપ્લાય નેટવર્ક ડિઝાઇનની સૌ પ્રથમ મોબાઈલ અપ્લિકેશનડેવલોપ કરવામાં આવી છે.

આ ઉપરાંત અમૃત યોજના હેઠળ વોટર સપ્લાય સિસ્ટમનું સ્કાડા સિસ્ટમ ઉપર અમલીકરણમાં પ્રથમ સ્થાને તથા નગરપાલીકા વિસ્તારમાં તળાવો ઊંડા કરી, ડેવલોપમેન્ટ કરી જળસંચય કરવાની કામગીરી અને નગરપાલિકા વિસ્તારના બિલ્ડીંગોમાં વોટર હાર્વેસ્ટીંગની કામગીરી કરવામાં આવી છે.

આ મહત્વની એપ્લિકેશન તૈયાર કરવા અથાગ મહેનત કરી હોવાનું વાપી નગરપાલિકાના હાઇડ્રોલિક એન્જીનીયર સંજય ઝા એ જણાવ્યું હતું. તેમના મતે આ ફોર્મ્યુલા આધારિત એપ્લિકેશન બનાવવા ૭ થી ૮ વા૨ નિષ્ફળતા મળ્યા બાદ સફળતા મળી છે. હવે વાપી પાલિકા વિસ્તારમાં દરેક ઘર સુધી પૂરતા પ્રેશરથી પીવાનું પાણી પૂરું પાડી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.