Western Times News

Gujarati News

પેટ્રોલના ભાવ વધતાં વિજ કર્મચારી ઘોડા ઉપર સવાર થઈ બિલ વસૂલવા નિકળે છે

પેટ્રોલનો ખર્ચ ઘોડાની સાર સંભાળ કરતા ડબલ છે એટલે હવે ઘોડા પર સવારી કરતા હોવાની અધિકારીની દલીલ

નવી દિલ્હી,  પેટ્રોલ અને ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે તો લોકો હવે પેટ્રોલ અને ડિઝલ પરનો ખર્ચ બચાવવા માટે જાત જાતના પ્રયાસો પણ કરી રહ્યા છે. Hit by high fuel prices- Bihar power dept staff rides a horse to collect bills

બિહારના ઈલેક્ટ્રિસિટી વિભાગના કર્મચારી અભિજિત તિવારીએ હવે ઘોડા પર સવાર થઈને વીજ બિલ વસુલવાનુ શરૂ કર્યુ છે. તેમનુ કહેવુ છે કે, પેટ્રોલના ભાવ એટલા વધ્યા છે કે, વાહન ચલાવવુ મુશ્કેલ છે. પેટ્રોલનો ખર્ચ ઘોડાની સાર સંભાળ કરતા ડબલ છે એટલે હવે ઘોડા પર સવારી કરું છું.

અભિજિત બિલ વસુલવા માટે હવે ઘોડા પર નિકળતા હોવાથી ચર્ચાનો વિષય બની ગયા છે. આ પહેલા મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં પણ યુસુફ શેખ નામના વ્યક્તિ ઘરથી પંદર કિલોમીટર દુર આવેલી ઓફિસે ઘોડો લઈને જતા હોવાની વિગતો સપાટી પર આવી હતી. પેટ્રોલના ભાવ વધી ગયા હોવાથી તેમણે એક કાઠિયાવાડી બ્રીડનો ઘોડો ખરીદી લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.